ગોધરા, ગોધરા પરવડી ચોકડી ઉપર ટ્રેલર ચાલકે પુરઝડપે પોતાનુ વાહન હંકારી લાવી સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દઈ ટ્રેલર પલ્ટી ખવડાવી ચાલકે પોતાને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતાં ટ્રેલર નં.-જીજે-16-એવી-4606ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવ્યા હતા અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દઈ ટ્રેલર પલ્ટી ખવડાવી દીધી હતી. જેને લઈ ચાલક અશફાક અહમદ આઝાદ, અહમદ ગુજજર (મુસ્લિમ, રહે.રાજામરૂ, ગોૈરીવંજ અમેઠી)ને પગના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.