ગોધરા પરવડી ચોકડી પાસે સ્વીફટ ગાડી માંથી 33 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ઈસમને ઝડપ્યો

ગોધરા, ગોધરા પરવડી ચોકડી હાઈવે રોડ ઉપર એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી સ્વીફટ ડીઝાયર ગાડીમાં લઈ જવાતો 33,420/-રૂપીયાના ઈંગ્લીશના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડયો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પરવડી ચોકડી હાઈવે રોડ ઉપર એલ.સી.બી.પોલીસે મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યુંં હતું. દરમિયાન સ્વીફટ ડીઝાયર કાર નં.જીજે.23.એએફ.2715ને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-60 કિંમત 33,420/-રૂપીયા સાથે રાજેશભાઈ ઉર્ફે રાજુ રમેશભાઈ પરમાર (રહે. વૈજનાથ મંદિર, પંડયા સોસાયટી, દાહોદ)ને ઝડપી કુલ 2,33,420/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.