ગોધરા પરવડી ચોકડી ઉપર એલ.સી.બી.પોલીસે વોચ ગોઠવી દાહોદ-ગોધરા થઈ ક્ધટેનરમાં ચોરખાનું બનાવી કાલોલ તરફ લઇ જવાતો 6.06 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ગોધરા,પંચમહાલ એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ટાટા અલ્ટ્રા ક્ધટેનરમાં ચોરખાનું બનાવીને દાહોદ-ગોધરા હાઈવે થઈને ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને કાલોલ તરફ જનાર છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે પરવડી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળા ક્ધટેનરને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો અને બીયર ટીન મળી 6.06 લાખનો દારૂનો જથ્થો તેમાં મળી કુલ 16.11 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ટાટા અલ્ટ્રા ક્ધટેનરમાં ચોરખાનું બનાવીને દાહોદ-ગોધરા હાઈવે થઈને કાલોલ તરફ જનાર છે. એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે પરવડી ચોકડી પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ક્ધટેનર રોકવામાં આવ્યું હતું. ક્ધટેનરમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાંં ચોરખાનું બનાવીને લઇ જવાતો ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો, બીયર ટીન મળી કુલ 6.06 લાખનો દારૂનો જથ્થો તેમજ ચાલક પાસેથી મોબાઈલ ફોન અને ક્ધટેનર મળી કુલ 16.11 લાખના મુદ્દામાલ સાથે મુકેશભાઈ શકિતસિંહ ઓડની ધરપકડ કરી હતી અને આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.