ગોધરા પંચામૃત ડેરીમાં પી-3ના વિતરણ માટેની વાહનમાં 500 મી.લી.ના 12 કેરેટ દુધની ચોરખાનામાં ચોરીની કોશીષ કરતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ

ગોધરા, ગોધરા પંચામૃત ડેરીના પી-3 વિતરણ માટેનું વાહનમાં ત્રણ ઈસમોએ ગાડીમાં આર.ટી.ઓ.ના નિયમોન ભંગ કરી વાહનમાં ચોરખાનું બનાવ્યું હતું. વાહન દુધ વિતરણમાં ઉપયોગ લીધેલ હોય પી-3 વિતરણ વિભાગમાં 500 એમ.એલ.ના 12 કેરેટ ચોર ખાનામાં ભરી ચોરીની કરતાં પકડાઈ જતાં ગાડી મૂકી નાશી ગયેલ આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે 12,456/-રૂપીયાના મુદ્દામાલ ચોરીની કોશીષની ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પંચામૃત ડેરીના પી-3 વિતરણ વિભાગ માટે મકવાણા ઠાકોરભાઈ સોમાભાઈના માલિકીના વાહન નંબર જીજે.23.એડબલ્યુ.1026વાળી ગાડી મુકેલ હોય આ ગાડીના માલિક દ્વારા આર.ટી.ઓ.ના નિયમોનો ભંગ કરી ચોરખાનું બનાવ્યું હતું અને આ વાહન પી-3 દુધ વિતરણમાં ઉપયોગ લીધેલ તા.14 જુલાઈના રોજ પંચમહાલ ડેરી માંથી પી-3 વિતરણ માટે દુધ ભરતી વખતે 12 કેરેટ 500 એમ.એલ.ના પેકેટ ચોરખાનામાં ભરી ચોરીની કોશીષ કરતાં પકડાઈ ગયા હતા. દુધના કેદના કેરેટની ચોરી કરતાં પકડાઈ જવાથી ગાડી મૂકી ત્રણ ઈસમો નાશી છુટીયા હતા. 12 કેરેટની ચોરી કરતાં પકડાઇ જવાથી ગાડી મુકી 3 ઈસમો નાશી છુટીયા હતા. 12 કેરેટ માંથી કિંમત 9,126/-રૂપીયા દુધના પેકેટ 12 કેરેટ ખાલી કિંમત 3,240/-રૂપીયા મળી કુલ 12,456/-રૂપીયાના મુદ્દાની ચોરીની કોશીષ કરતાં પકડાયેલ પઠાણ અબદુલ્લા નશરૂલ્લા, મકવાણા ઠાકોરભાઈ સોમાભાઈ (રહે. વડોદરા), બાબુભાઈ પૂજાભાઇ બામણા (રહે.દાહોદ) વિરૂદ્ધ બી ડીવઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.