ગોધરા, ગોધરા શહેરની પાનમ યોજના વર્તુળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો મામલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ સેવા બજાવી હતી. સરકાર જો તેઓની માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે નું એલાન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી પાનમ યોજના વર્તુળ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર,મદદનીશ ઇજનેર તેમજ કર્મચારીઓ દ્વારા આજ રોજ પોતાના પડતર પ્રશ્નો મામલે કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી ફરજ સેવા બજાવી હતી. જેમાં તેઓની માંગણીઓમાં બઢતીના નાયબ કાર્યપાલક ઇજનેરની પ્રવર્તતા યાદીમાં(સીનીયોરીટી)થયેલ અન્યાય સબંધિત ઉદભવેલ પ્રશ્નોના ઉકેલ માટે બઢતીથી અને સીધી ભરતીથી નિમણૂંકની પ્રવર્તતા રેશિયો નક્કી કરવામાં આવે અને તેની ચર્ચા માટેનો સમય ફાળવવામાં આવે.
આજરોજ પાનમ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ મદદનીશ ઈજનેર દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે પ્રતીક ઉપવાસ રાખવામાં આવ્યા હતા. વર્ષ 2000, 2004, 2012, 2013માં મદદનીશ ઈજનેર તરીકે ભરતી મળ્યા પછી, ના.કા.ઇ સંવર્ગમાં બઢતી સમયસર ના આપી અને 2019 માં સીધી ભરતીથી બિન અનુભવી ઇજનેરોને કાર્યપાલક ઈજનેર સંવર્ગમાં ભઢતી આપવામા આવનાર હોવાની બાબતનો વિરોધ કરવા માટે આજે પપાનમ યોજના વર્તુળ કચેરી,ગોધરા દ્વારા પ્રતીક ઉપવાસ રાખવામાં આવ્યા હતા. પ્રતીક ઉપવાસ ઉપર ઉતરેલા કર્મચારીઓએ વધુમાં જણાવતાં સિંચાઇ વિભાગમાં મોટા જળાશયો તેમજ કેનાલ ઉપર અનુભવ ઇજનેરોની જરૂર હોઈ છે. તેની સામે સરકાર દ્વારા બિન અનુભવી ઇજનેરોને નિયમમાં બે બે વાર છૂટ આપી બઢતી આપવા ની સામે ગાંધીજી ના માર્ગે વિરોધ નોંધવામાં આવેલ છે. ખાસ વાત એ છે કે, સરકાર દ્વારા સમયસર ખાલી જગ્યા ના ભરવાના કારણે તેમજ સમયસર પ્રમોશન ના આપવાના કારણે આજે સિંચાઇ વિભાગમાં અનુભવી અને કર્મનિષ્ટ ઇજનનેરોના ભવિષ્ય પર પ્રશ્નચીન ઉભો થયેલ છે. ત્યારે સરકાર જો તેઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં સરકાર સામે જલદ કાર્યક્રમો આપવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.