ગોધરા પાલિકામાં માજી પાલિકા સભ્ય દ્વારા માહિતી અધિકારી હેઠળની માહિતી પુરી નહિ પાડતાં પ્રાદેશિક કમિશ્ર્નર અને ચીફ ઓફિસરને કાર્યવાહી માટે રજુઆત

  • અરજદાર પાસે 333 પાનાની માહિતી નકલના 15,210/-રૂપીયા ભરાવી 273 પાનાની માહિતી પુરી પાડવામાં આવી.
    ગોધરા,
    ગોધરા નગર પાલિકા કચેરીમાં તા.22/08/2022ના રોજ અરજદારે માહિતી અધિકારી અધિનિયમ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. પાલિકા દ્વારા માંગેલ માહિતી માટે 15,210/-રૂપીયા રોકડ અરજદારે ભરેલ હતા. તેની સામે પાલિકાએ 15,210/-રૂપીયા લેખે 303 પાનાના રૂપીયા લીધેલ હોય તેની સામે 27 પાનાની માહિતી મોકલી તેમાં પણ એજન્ડાની તેમાં સામાન્ય સભા 10/08/2022ના રોજ ઠરાવો રજુ થયેલ નથી લખવામાં આવશે ત્યારે આપવામાં આવે તે અત્યાર સુધી પુરા નહિ પાડવામાં આવતાં પાલિકા વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશ્ર્નર, ચીફ ઓફિસરને લેખિત જાણ કરાઈ.
    ગોધરા નગર પાલિકાના માજી સભ્ય યાકુબ અ.સલામ બકકર દ્વારા 22 ઓગસ્ટ 2022ના રોજ ગોધરા નગર પાલિકામાં માહિતી અધિકાર અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. જેમાં 1 માર્ચ 2022 થી 15/08/2022 સુધી યોજાયેલ સામાન્ય સભાના એજન્ડાની નકલ, માર્ચ 2021 થી ઓગસ્ટ 2022 દરમિયાન પ્રમુખે બહાર પાડેલ સરકયુલર એજન્ડા, ઠરાવની નકલ તેમજ પ્રમુખ દ્વારા સરકયુલર એજન્ડા કયારે કઈ પરિસ્થિતીમાં બહાર પાડવામાં તેના પરિપત્રો તથા તેની ગાઈડ લાઈન માહિતીની નકલોની માંગણી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા 02/09/2022ના રોજ પત્ર દ્વારા માહિતી મેળવવા માટે 15,210/-રૂપીયા જમા કરવા કહેતા 15,210/-રૂપીયા જમા કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા અમારી પાસે મોટી સાઈઝના (એ-3, એ-4 સાઈઝ સિવાય)ના પાનાની ખરેખર ખર્ચની રકમ એ-4 સાઈઝ તથા લીગલ સાઈઝના પાના નંગ-30ના રૂપીયા 20 તથા અન્ય ઠરાવની નકલ નંગ303ના 15,210/- મળી 333 પાનની માહિતીની રકમ ભરાવી હતી. તેની જગ્યાએ 273 પાનની માહિતી આપી તેમજ એજન્ડાના 19 પાનની માહિતી આપી પ્રથમ પાન ઉપર છેલ્લી સામાન્ય સભાના ઠરાવો રજુ થયેલ નથી. લખવામાંં આવશે ત્યારે મોકલી આપશું તેમ છતાં છેલ્લી સામાન્ય સભાના ઠરાવો નહિ લખી માહિતી પુરી નહિ પાડતા અરજદાર દ્વારા પ્રાદેશિક કમિશ્ર્નર અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી.