ગોધરા પાલિકા વિસ્તારના જાહેર માર્ગોની સફાઈનો કોન્ટ્રાકટ પુરી થતાં સાફ સફાઈ અટકતા ગંદકીનું સામ્રાજય

ગોધરા, ગોધરા નગર પાલિકા વિસ્તાર જાહેર માર્ગોનો સાફસફાઈનો બે વર્ષનો કોન્ટ્રાકટ પુરો થતાં જાહેર માર્ગ ઉપર સાફસફાઈ બંધ થતાં માર્ગ ઉપર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહી છે. એક તરફ જી-20 અંતર્ગત સ્વચ્છ ગોધરા બનાવવાનો દાવાઓની પોલ ખુલી જવા પામી છે.

ગોધરા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈનો બે વર્ષનો કોન્ટ્રાકટર આપવા આવ્યો હતો. આ કોન્ટ્રાકટર અંતર્ગત જહરપુરા માર્કેટ અને જાહેર માર્ગોની સફાઈ આવતી હોય પરંતુ સફાઈ કોન્ટ્રાકટ પુરો થતાં અને નવો કોન્ટ્રાકટર રીન્યુ નહિ થતાં શહેરના જાહેર માર્ગો અને જહરપુરા માર્કેટમાં સફાઈની કામગીરી બંધ થતાં જ માર્ગો ઉપર કચરા અને ગંદકીનું સામ્રાજ્ય અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. સાફ સફાઈના અભાવે જહુરપુરા માર્કેટમાં ગંદકી અને સાફસફાઈ નહિ થતાં શાકમાર્કેટમાં ખરીદી માટે આવતા નગરજનો દુર્ગંધ થી પરેશાન થઈ રહ્યા છે. પાલિકા તંત્ર શહેરના જાહેર માર્ગો અને જહુરપુરા માર્કેટમાં સાફસફાઈની કામગીરી બંધ થતાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. છતાં પાલિકા સત્તાધિશો અને તંત્ર જાહેર માર્ગ અને જહુરપુરા માર્કેટમાં સ્વચ્છતાના અભાવે જોવા મળતી ગંદકીનો અને સાફસફાઈના નિકાલનો ઉકેલ લાવીને શહેરની નર્કાગાર સ્થિતી માંથી મુકત કરવા પ્રયત્ન કરશે તે જોવું રહ્યું.