ગોધરા પાલિકા વિસ્તારના નવા રોડમાં ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને સમાજ સેવકે કરેલ ઓનલાઈન રજુઆતમાં તપાસ કરી ઓનલાઇન જવાબ રજુ કરવાનો આદેશ

ગોધરા,ગોધરા શહેરમાં પાલિકા દ્વારા બનાવેલ નવા રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંંગે ગોધરાના સમાજ સેવક દ્વારા મુખ્યમંત્રીને ઓનલાઈન રજુઆત કરી હતી. આ રજુઆત સંદર્ભે કાર્યવાહી કરી જવાબ ઓનલાઈન અપલોડ કરવાનો આદેશ કરવામાં આવ્યો.

ગોધરા નગર પાલિકા દ્વારા શહેરમાંં બનાવેલ નવા રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્યમંત્રીને ઓનલાઈન વેજ પેજ ઉપર રજુઆત ગોધરાના સમાજ સેવક સંજય ટહેલ્યાણી દ્વારા કરાઈ હતી. ઓનલાઈન રજુઆતના સંદર્ભે જનસં5ર્ક નાયબ કલેકટર દ્વારા પ્રાદેશિક કમિશ્ર્નરને ગોધરા પાલિકાના રોડના ભ્રષ્ટાચારની તપાસ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી કરાયેલી કાર્યવાહીની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી જવાબ ઓનલાઈન અપલોડ કરવાનો આદેશ કરાયો. ક્રોકીંટના બાંધકામ કરીને વધીયાળ કરાયું છે. રામસાગર તળાવથી ફરતે પાલિકા તંત્રના તત્કાલીન સત્તાધિશોએ શોપીંગ સેન્ટરનો ઉભા કરી દીધા હતા. વખત જતાં રામસાગર તળાવનો એકમાત્ર મોળી ચકલા સોનીવાડ વિસ્તારનો ભાગ ખુલ્લો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાલિકા વિસ્તારમાં આવેલ તળાવોની ફરતે બ્યુટીફિકેશન કરીને નગરજનો માટે હરવા ફરવા માટે વિકસાવવા માટે લાખો રૂપીયા ખર્ચ કરી રહી છે. તે મુજબ ગોધરા નગર પાલિકા વિસ્તારના રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન માટે પાલિકાને લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. થોડા સમય પહેલા રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવા માટે તળાવનું પાણી પણ ખાલી કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગોધરાના નગરજનોમાં આશા બંધાઈ હતી કે પાલિકા સત્તાધિશો રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી પહેલા તળાવની ફરતે આવેલ પાલિકા શોપીંગ સેન્ટરની જે તે સમયે ફળવાયેલ મુળ દુકાનોને વખત જતાં પાલિકાના સત્તાધિશો દ્વારા વિકાસ ફાળામાં અમુક રકમ ભરાવીને આવી દુકાનોમાં વધારાના બાંધકામની મંજુરી અપાઈ હતી. જેને લઈ તળાવની અંદરના ભાગે મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. તે દબાણો દુર કરી બ્યુટીફિકેશન કામગીરી કરશે તેવી આશા રાખી રહ્યા હતા પરંંતુ રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરની સીંધી ધાટ પાસેથી ચાર થી પાંચ દુકા બગીચા સામેની 4 જેટલી દુકાનો તેમજ ચાઈનીઝ લારીઓ ઉભી રહેતી હોય તેવી સામેની પાલિકા શોપીંગ સેન્ટરની કેટલીક દુકાનોના માલિકો દ્વારા તળાવના અંદરના ભાગમાં દબાણ કરીને દુકાનો લંબાવવા માટે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના સત્તાધિશો નગરની શોભા વધે તેવી કોઈ કામગીરી કરવાના સ્થાને તળાવની અંદરના ભાગે દુકાનો લાંબી થઈ રહી છે. તેની સામે આંખ મિચામણા કરી રહ્યા છે. તે જોતાં પાલિકામાં બેઠેલ સત્તાધિશો દ્વારા બ્યુટીફિકેશન કામગીરી નગરજનોની આશા મુજબ કરશે તે આશા ઠગારી નિવડી શકે છે.