ગોધરા,ગોધરા પાલિકાના વોર્ડ નં.8 વિસ્તારમાં થયેલ રોડ રસ્તાના કામો નીતિ નિયમો વિરૂદ્ધ કરેલ હોય તેની તપાસ કરી કાર્યવાહી કરવા માટે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર ખાતે લેખિત રજુઆત કરાઈ.
ગોધરા પાલિકાાના વોર્ડ નં.8માં આવેલ સાતપુલ જકાત નાકા મુન્ના વે-બ્રીજથી એમ.ઈ.ડી.સ્કુલ સુધી આર.સી.સી. રસ્તાનું કામ 40 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. આ રસ્તો વર્ષોથી ડામરનો હતો. 1100 મીટર જેટલા લાંબો અને તે સારી હાલતમાં હતો. આ રસ્તો પાલિકા દ્વારા ડામરનો બનાવવાની જગ્યાએ 7/9/2022 નારોજ પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાઓની કચેરી વડોદરા થી રસ્તાની વહીવટી મંજુરી સાથે આર.સી.સી.રોડ રકમ 32,30,012/-રૂપીયા, હનિફ ચૂમલીના ધર થી એમ.ઈ.ટી.સ્કુલ સુધી આર.સી.સી.રોડનુંં કામ રકમ 41,44,507/-રૂા. જે બે ભાગે બનાવેલ છે. તે રસ્તો સાતપુલ જકાતનાકા થી એમ.ઈ.ટી.સ્કુલ સુધી આવેલ હોય નિયમ અનુસાર આટલો લાંબો રસ્તો ડામરનો બનાવવાનું મંજુરી આપવામાં આવતી હોય છે પરંતુ નગર પાલિકામાં ચુંટાઈ આવેલ સભ્યો દ્વારા લાંબા રસ્તાને બે અલગ-અલગ ભાગે બનાવી સરકારશ્રી કચેરીમાં તાંત્રિક મંજુર તેમજ વહિવટી મંજુરી આપનાર અધિકારી સાથે ફ્રોડ કર્યો હોય તેવું દેખાઈ આવે છે. ગોધરા નગર પાલિકા દ્વારા રસ્તાનું કામ કરવાનું ટેન્ડર જે એજન્સીને સોંપવામાં નીતિ નિયમો વિરૂદ્ધ કામ કરતાં હોવાની પાલિકાના ચુંટાઈ આવેલ સભ્યોને જાણ કરવા છતાં ચુંટાયેલ સભ્યો દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.
ગોધરા વોર્ડ નં.8ના રહિશો અને અરજદાર દ્વારા પાલિકા તેમજ સરકારના વિવિધ વિભાગોમાં રૂબરૂ અને લેખિત રજુઆત કરવામાં આવી હાલ જે રસ્તો બનાવવામાં આવ્યો તે તુટી ગયેલ હોય તુટી ગયેલ રસ્તા ઉપર એજન્સી દ્વારા રસ્તા ઉપર ડામર અને કોટી ડસ્ટ નાખવા આવ્યા હતા. તેના સ્થાનિકો દ્વારા વિરોધ કરી રોકી દેવામાં આવ્યા. પાલિકા દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું તે આખો રસ્તો ડિસ મેન્ટનન્સ કરી નવો બનાવવાનો થાય તેવી સ્થિતી છે. સરકારી ગ્રાન્ટ માંથી માતબર રકમ થી બનેલ રસ્તો લોકલ સિમેન્ટ વાપરવાને લઈ 40 દિવસમાં રસ્તો તુટી ગયેલ છે. જે સીધો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવે છે. ત્યારે પાલિકામાં કામ કરતી એજન્સીઓ પાલિકામાં ચુંટાઈ આવેલ સભ્યો અને કર્મચારીઓના મેળાપીપણામાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરને અરજદાર દ્વારા લેખિત રજુઆત કરાઈ.