
- પાલિકાએ વેરાની ઉધરાણી કરી એક માસનું પેન્શન આપવા સામે પેન્શનરોની અસહમતી સાથે ધરણા ચાલુ રાખ્યા.
ગોધરા,
ગોધરા નગર પાલિકાના નિવૃત કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પેન્શન ચુકવવામાંં આવ્યું ન હોય જેને લઈ નિવૃતિમાં માત્ર પેન્શન ઉપર નભતા પેન્શનરોનું ધરનુંં ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે. પાલિકા નિવૃત પેન્શનરો દ્વારા પાલિકા કચેરીમાંં રજુઆત કરવામાંં આવતાંં ગ્રાન્ટના અભાવના બહાના કરીને પેન્શનરોને પેન્શન ચુકવવામાં અખાડા કરવામાં આવતા હોય જેને લઈ પાલિકા નિવૃત પેન્શનરો દ્વારા 28 ડિસેમ્બરના રોજ પ્રતિક ધરણાં ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારીને લેખિત રજુઆત કરાઈ હતી. તેમ છતાં પાલિકા દ્વારા નિવૃત પેન્શનરોને પેન્શનની ચુકવણી નહિ કરતાં આજરોજ પાલિકા કચેરી બહાર પાલિકાના નિવૃત 100 ઉપરાંત પેન્શનરો પ્રતિક ધરણા ઉપર બેઠા હતા. પાલિકા દ્વારા પ્રતિક ધરણા ઉપર બેઠેલ પેન્શનરોને બાકી વેરાની ઉધરાણી કરીને 10 દિવસમાં એક માસનું પેન્શન ચુકવવાની ખાત્રી આપવામાંં આવી હતી. જેની સાથે પેન્શનરો સહમત થયા ન હતા. ચાર માસના બાકી નિકળતા પેન્શન સામે માત્ર એક માસનું પેન્શન ચુકવવાની સામે અસહમતી સામે પાલિકા સામે પેન્શનરો દ્વારા પ્રતિક ધરણા ચાલુ રાખવાની જાહેરાત કરી છે.