ગોધરા પાલિકાના માજી પાલિકા સભ્ય દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને અભિનંદન પાઠવી વોર્ડ નં.10ના વિવિધ પ્રશ્ર્નોનો યોગ્ય નિરાકરણ માટે લેખિત રજુઆત કરી

ગોધરા,

ગોધરા વિધાનસભા બેઠક ઉપર થી વિજેતા થયેલ ભાજપના ધારાસભ્યને માજી નગર પાલિકા સભ્ય દ્વારા અભિનંદનપત્ર લખીને ગોધરાના વોર્ડ નં.10ના વિવિધ પ્રશ્ર્નોનો સુ:ખદ્દ ઉકેલ લાવવામાં રજુઆત કરી છે.

ગોધરા વિધાનસભા બેઠક ઉપર વિજેતા થયેલ ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીને પાલિકાના માજી સભ્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા સાથે ગોધરા પાલિકાના વોર્ડ નં.10ના સ્વર્ણિમ સર્કલ થી મૈત્રી સર્કલ, લીલેસરા ગામથી હદ થી કોઠી ચોકડી થઈ તૃપ્તિ હોટલ સુધી ડિવાઈડર વીજપોલ નાખી એલ.ઈ.ડી. લાઈટનું કામ ખૂબ કરવામાંં આવે. વોર્ડ નં.10 આવેલ સર્વે નં.429ની સાડા પાંચ એકર જેવી જગ્યાએ જે લુણસા તળાવ તરીકે ઓળખાય છે. જેની માપણી કરવી પાલિકા દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે. તે તળાવનું બ્યુટીફિકેશન કરાવી આ જગ્યાનો અમૃત યોજના અંતર્ગત લોકહીત માટે ગાર્ડન બનાવવામાં આવે તો શોભા વધે તેમજ રોજગારી પણ ઉભી થાય તેમ છે. ગોન્દ્રા ગુજરાતી શાળા હાલ ભાડાના મકાનમાં કાર્યરત છે. આ શાળામાં ધોરણ 1 થી 8ના લગભગ 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકાર દ્વારા જમીન અને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તે શાળાના બિલ્ડીંગ કામ ચાલુ કરવામાં આવે, ગોધરાના પશ્ર્ચિમ વિસ્તારના સિગ્નલ ફળીયા ગરનાળાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે, મેશરીમાંં ચોમાસા દરમિયાન લોકોના ધરોમાં પાણી ભરાવાની સમસ્યા છે. તેને લઈ મેશરી નદી ઉંડી કરી સ્વચ્છ કરવામાંં આવે તેવા વિવિધ પ્રશ્ર્નોનો યોગ્ય નિકાલ માટે લેખિત રજુઆત કરવામાં આવી.