ગોધરા, ગોધરાના હમીરપુર ગામે પાલિકાની ભુર્ગભ ગટર લાઈનની પમ્પીંગ સ્ટેશન માંથી કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ઈલેકટ્રીક વસ્તુઓ તેમજ મશીનરી મળી કુલ 4.25 લાખની મત્તાની ચોરી કરી જતાંં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા નગર પાીલકાની ભુર્ગભ ગટર લાઈનનું પમ્પીંગ સ્ટેશન ગોધરા તાલુકા હમીરપુર ગામે આવેલ હોય અને 24 એપ્રિલના રોજ ભુર્ગભ ગટર લાઇન પમ્પીંંગ સ્ટેશનના સુપરવાઈઝર પરેશભાઇ બારૈયા પમ્પીંગ સ્ટેશન ખાતે ગયા હતા. ત્યારે પમ્પીંગ સ્ટેશન માંંથી સામાન ચોરી થયાની જાણ થતાં તપાસ કરવામાંં આવી હતી. જેમાં ઇલેકટ્રીક કોપર કેબલ કોપરના પટ્ટા મળી કુલ 4.25 લાખ રૂપીયાની મત્તાની જાણ થતાં આ બાબતે બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને પમ્પીંગ સ્ટેશન ખાતે ચોરીને અંજામ આપનાર અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.