ગોધરા પાલિકાના 150 વર્ષ પુરા થતાં 150 કરોડની ગ્રાન્ટ આપવા માંગ કરાઈ

ગોધરા, ગોધરા નગરપાલિકાના માજી સભ્ય યાકુબ અ.સલામ બકકર(તપેલી)એ રાજયસભા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, આગામી વર્ષ-2025માં ગોધરા નગરપાલિકાની સ્થાપનાને 150 વર્ષ પુર્ણ થતાં હોય તેની ઉજવણી કરવા માટે તેમજ શહેરના વિકાસ માટે રૂ.150 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ગોધરા નગરપાલિકાની સ્થાપના વર્ષ-1875માં થઈ હતી. તે મુજબ વર્ષ-2025માં ગોધરા નગરપાલિકાને 150 વર્ષ પુર્ણ થઈ રહ્યા છે ત્યારે ગોધરા પાલિકાને 150 વર્ષ થતાં તેની ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરનો વિકાસ થાય તેમ શહેરીજનોને જરૂરી સુવિધાઓ મળી રહે તેમજ 150 વર્ષની ઉજવણી ઐતિહાસિક બને તેવુ આયોજન કરવા અરજ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ધણા પણ અગત્યના મુદ્દા ટાંકવામાં આવ્યા છે. જે શહેરલક્ષી અને પ્રજાલક્ષી હોય તે મુદ્દાઓ પર વિશેષ ઘ્યાન આપી જરૂરી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે.