ગોધરા પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર નડતરરૂપ ઝાડોને કાપી પ્રિમોન્સુન કામગીરી કરાઈ

ગોધરા, ગોધરા શહેરમાં નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંં રોડ ઉપર નડતરરૂપ અને જોખમી ઝાડોને સલામતીના ભાગરૂપે કાપી લેવામાં આવ્યા.

ગોધરા શહેર નગર પાલિકા દ્વારા શહેરના બી.વી.ગાંધી પેટ્રોલ પંપ, પોલીસ ચોકી નં.8, બામરોલી રોડ, ગોન્દ્રા, ભુરાવાવ વિસ્તારમાં રોડ ઉપર નડતરરૂપ હોય તેવા વૃક્ષોને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કોઈ જોખમ ન સર્જાય તે માટે કાપી લેવામાં આવ્યા. શહેરની વિવિધ વિસ્તરોમાં જાહેર રસ્તા ઉપર આવેલ જોખમી વૃક્ષો ચોમાસાની સીઝનમાં પડી જવાથી જોખમ ન ઉભું થાય તેને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આવા ઝાડો કાપીને દુર કરવામાં આવ્યા હતા. જાહેર રોડ સાઈડો માંથી જોખમી વૃક્ષો દુર કરવામાં આવતા વીજ લાઈનો પણ સેફ થઈ છે અને અવારનવાર સર્જાતા વીજ લાઈટની સમસ્યા પણ ઓછી થશે.