ગોધરા,
ગોધરા નગર પાલિકા જાહેરનામું બહાર પાડી નગરજનો સફાઈ, લાઈટ અને પાણીના વેરાની વધારવાની જાહેરાત કરેલ છે. લોકડાઉન પછી લોકોની આવકમાં વધારો થયો નથી. ત્યારે આવા વેરા વધારાના નિર્ણયને સ્થગિત કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર દ્વારા લેખિત રજુઆત કરાઈ.
ગોધરા નગર પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડીને નગરજનોના માથે સફાઈ, લાઈટ અને પાણીના વેરાના વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. તે શહેરના નગરજનોને પોસાય તેમ નથી. લોકડાઉન પછી નોકરી-ધંધાઓ જોઈએ તેટલા ચાલી શકયા નથી. તેમાં પણ લોકડાઉનમાં ઉછીના નાણાં કે લોનનો બોજો પણ લોકો ઉપર હોય આવકમાં વધારો થયો નથી. ત્યારે પાલિકા દ્વારા વેરામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે હાલ પુરતો સ્થગિત કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક કાર્યકર સંજયભાઈ ટહેલ્યાણી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.