ગોધરા પાલિકા દ્વારા જળ દિવાળી ઉજવણીના ભાગરૂપે સ્વસહાય જુથની મહિલાઓને સમજ અપાઈ

ગોધરા,\ ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા જળ દિવાળી ઉજવણીના ભાગરૂપે સ્વ સહાય જૂથોની મહિલાઓને ગોધરા તાલુકાના અંબાલી ખાતે પાણી પુરવઠા બોર્ડ હસ્તકના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવી અને પાણીના શુદ્ધિકરણ તથા પાણીની ગુણવત્તા અને મહત્વ બાબતની સમજણ આપવામાં આવી હતી.

જેમાં નવેમ્બર માસમાં દરમિયાન જળ દિવાળીની ઉજવણી કરવા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન સાથે મળી નગરપાલિકા દ્વારા વુમન ફોર વોટર, વોટર ફોર વુમનની પહેલનું આયોજન કરાયું છે. આ પ્રોગ્રામમાં સ્વ સહાય જૂથોની મહિલાઓને પાણીના પ્લાન્ટની મુલાકાત કરાવી ઘરોમાં શુદ્ધ પીવાના પાણી માટેની પ્રક્રિયાઓની સમજ આપવામાં આવી હતી અને પાણીની ગુણવત્તા પરીક્ષણ પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરાયા હતા.

ગોધરા નગરપાલીકા દ્વારા આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અમૃત 2.0 અને DAY- NULMના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જૂથની બહેનો સાથે “જલ દિવાળી” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહેનોને WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ખાતે વિઝીટ કરાવવામાં આવી અને તેમને પ્લાન્ટની પ્રોસેસ વિશે સમજણ આપવામાં આવી હતી.