ગોધરા,
ગોધરા ખાતે G 20 સમિટ – 2023 અંતર્ગત ગોધરા નગર પાલિકા દ્વારા સિટી વોક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, G 20 સમિટની વૈશ્ર્વિક વિભાવના “વસુધૈવ કટુમ્બકમ”ને સ્થાનિક કક્ષાએ ચરિતાર્થ કરવાના શુભ આશય આયોજીત કાર્યક્રમમાં ગોધરા નગર પાલિકા નિષ્ફળ ગઈ હોય એવું સર્જીત સ્થિતિ થકી જોવાયું હતું. કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. જેની બીજી બાજુ જોઈએ તો કેટલાક વોર્ડ પ્રતિનિધિઓને જાણે સમય ન મળ્યો હોય એવા દ્રશ્યો જોવાયા હતા. જેને લઈ કાર્યક્રમ જોગવાઈનો એક ભાગ બની રહ્યો હતો.
ગોધરા નગર પાલિકા દ્વારા આયોજિત આ સિટીવોકમાં પાલિકાના 44 કાઉન્સિલર પૈકી માત્ર 3 કાઉન્સિલર હાજર જોવાયા હતા. એવી જ રીતે પાલિકાના પોતાના સ્ટાફના 100 ઉપરાંત કર્મચારીઓ પૈકી માત્ર 10 કર્મચારીઓ જ ઉપસ્થિત જોવાયા હતા. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખુબ જ ઉમદા હેતુ સાથે આયોજિત કરવામાં આવેલા આ સિટી વોક માત્ર શાળાના બાળકો એ જ પોતાની ફરજ નિભાવી હોય એવું જણાયું હતું. સિટી વોકમાં પાલિકાના હાજર 10 ઉપરાંત કર્મચારીઓ તેમજ 3 કાઉન્સિલર સિટી વોકમાં વિદ્યાર્થીઓ સાથે ચાલવાના બદલે પોતાના વાહનોમાં પૂર્ણાહુતિ સ્થળે પહોંચ્યા હતા. જોકે, સમગ્ર સર્જીત સ્થિતિ અંગે ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસરે પણ ગોળગોળ વાત કરી પોતાની જવાબદારી માંથી મુક્ત થતાં જોવાયા હતા.