ગોધરા પાલિકા દ્વારા ચાર માસથી પેન્શન નહીં ચુકવતા નિવૃત્ત બિમાર પેન્શનરને પાલિકામાં ચીફ ઓફિસર કચેરી સામે સુવડાવી પેન્શનની માંગ કરી.

પાલિકા પ્રમુખ દ્વારા બે દિવસમાં પેન્શન ચુકવવાની ખાત્રી આપી.

ગોધરા, ગોધરા નગર પાલિકા દ્વારા છેલ્લા 4 માસથી પેન્શનરોને પેન્શનની રકમ ચુકવવામાં આવી ન હોય ત્યારે નિવૃત્ત પેન્શનરો કફોડી હાલતમાં મુકયા છે. તેવા પેરાલીસીસ બ્રેઈન ડેમેજની બિમારી ધરાવતા નિવૃત્ત પેન્શનરને બિમાર હાલતમાં પાલિકા કચેરી લાવવામાં આવ્યા અને સારવાર માટે પેન્શન ચુકવવા માંગ કરાઈ હતી. પાલિકા પ્રમુખ દ્વારા બે દિવસમાં પેન્શન ચુકવવાની ખાત્રી આપવામાં આવી.

ગોધરા નગર પાલિકાની આર્થિક સ્થિતી ડામાડોળ થઈ છે. પાલિકા માંથી નિવૃત્ત થયેલ પેન્શનરોને છેલ્લા 4 માસથી પેન્શન ચુકવણી કરાઈ નથી. જેને લઈ નિવૃત્તિમાં પેન્શન ઉપર જીવન નિર્વાહ ચલાવતા પેન્શનરો કફોડી હાલતમાં મુકાયા છે. તેવો એક કિસ્સો પાલિકામાં સામે આવ્યો. ગોધરા પાલિકાના ઓકટ્રોય વિભાગમાં નિવૃત્ત થયેલ પેન્શનર રક્ષેશભાઈ પરીખ હાલમાં પેરાલીસીસ અને બે્રઈન ડેમેજની બિમારી ધરાવતા હોય અને તેમની દવા સારવાર માટે દર મહિને 8 થી 10 હજાર રૂપીયાનો ખર્ચ થતો હોય તેવામાં પાલિકા દ્વારા નિવૃત્ત પેન્શનરોને પેન્શનની ચુકવણી કરવામાં અખાડા કરતી હોય ત્યારે આવી બિમારીમાં આર્થિક તંગીથી ત્રસ્ત થયેલ નિવૃત્ત કર્મી રક્ષેસ પરીખના પત્ની અને પુત્ર દ્વારા બિમાર હાલતમાં નગર પાલિકા કચેરી ખાતે લાવીને ચીફ ઓફિસર કચેરી બહાર લાવીને સુવડાવી દેવામાં આવ્યા હતા અને તાત્કાલીક પેન્શન ચુકવવાની માંગ કરી હતી. પાલિકા કચેરીમાં નિવૃત્ત પેન્શનરને બિમારીની હાલતમાં પાલિકા કચેરી લાવી સ્થિતી થી વાકેફ કરવામાં આવ્યા હતા. પેન્શનરના પરિવાર દ્વારા પેન્શનની રકમ માટે માંગ કરતાં ગોધરા પાલિકાના પ્રમુખ દ્વારા આગામી બે દિવસોમાં પેન્શનની રકમ ચુકવવાની ખાત્રી આપતાં બિમાર પેન્શનરને ધરે લઈ જવાયા આવ્યા હતા.

ગોધરા પાલિકામાં પેન્શનની માંગ સાથે બિમાર પેન્શનરને લાવી પેન્શનની માંગ કરતાં પરિવારને પાલિકા ચીફ ઓફિસર દ્વારા બિન જવાબદારી પૂર્વક પાલિકા પાસે નાણાં નથી. તેવા જવાબ આપી રવાના થયા હતા.