ગોધરા પાલિકાના પ્રમુખે પત્રકાર પરિષદ યોજી આર્થિક સ્થિતીનો ચિંતાર રજુ કર્યો

  • પાલિકા વિસ્તારમાં ૧૦ કરોડોના મિલ્કત વેરો વસુલવાના બાકી
  • અગાઉના વહીવટદારો દ્વારા ૫.૫૦ કરોડના લેણું ચુકવવાનું બાકી
  • નગરજનોના વેરાની રકમ ભરવા માટે પ્રમુખ દ્વારા અપીલ કરાઈ

ગોધરા નગર પાલિકાની યોજાયેલ ચુંટણી બાદ અપક્ષો એ સત્તાની ધુરા સંભાળી છે. પાલિકા પ્રમુખ દ્વારા પત્રકારો મીટીંગ યોજી હતી. પાલિકાની આર્થિક સ્થિતીનો ચિતાર રજુ કર્યો હતો. કોરોના મહામારીની અસર પાલિકાની તિજોરી ઉપર પડી છે. ૧૦ કરોડના વેરાની વસુલાત પાલિકાની બાકી પડેલ છે. જેની સામે ૫.૫૦ કરોડ રૂપીયાનું લેણું પાલિકા ચુકવવાનું બાકી છે. ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા વેરો બાકી હોય તેવા મિલ્કત માલિકોને વેરાની રકમ જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં અપક્ષો એ સત્તા ઉપર કબજો મેળવ્યો છે. જેમાં પાલિકા પ્રમુખ તરીકે સંજય સોની ચુંટાઈ આવ્યા હતા. સંજય સોની દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પાલિકાની આર્થિક સ્થિતીનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. ગોધરા નગર પાલિકામાં ૧૦ કરોડ ઉપરાંતની મિલ્કત વેરાની રકમ બાકી પડે છે. તેની સામે પાલિકા ઉપર ૫.૫૦ કરોડનું લેણું ચુકવણું કરવાનું છે. જેની અસર પાલિકા ઉપર વર્તાઈ રહી છે. પાલિકાની આર્થિક સ્થિતી નબળી કરવાની સાથે દેવાની રકમ અગાઉ ભાજપના વીજ કંપનીના ૬૭ લાખ રૂ. ડીઝલના બીલના ૭ લાખ રોજમદારોનું ઈ.પી.એફ.૭૭ લાખ પગાર તથા પેન્શનના ૩.૭૬ કરોડની ચુકવણી બાકી છે. પાલિકા વિસ્તારના લોકોની સુવિધા અને વિકાસના કામો અટકે નહિ તે માટે બાકી પડતા મિલ્કત વેરોની રકમ ભરપાઈ કરવા માટે પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગોધરા પાલિકાના અગાઉના વહીવટદારો દ્વારા સ્ટ્રીટ લાઈટ સહિતના વીજ બીલ રકમ બાકી પડતી હોય જેને લઈ વીજ કંપનીના અધિકારીઓ લાઈટ કનેકશન કાપવા માટે પાલિકા ખાતે આવ્યા હતા. પાલિકા પ્રમુખ દ્વારા વીજ કંપનીને ૧૦ લાખ રૂપીયાની ચુકવણી કરીને બાકીની રકમ ચુકવવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રમુખે સત્તાની ધુરા સંભાળ્યા બાદ સફાઈ કામદારો-પેન્શનરો તેમજ વીજ બીલની બાકી રકમ માટે ચુકવણું શરૂ કર્યું…

અપક્ષના પ્રમુખ સંજય સોની એ પદભાર સંભાળતાની સાથે પાલિકાના અગાઉના શાસકો દ્વારા કરવામાં આવેલ અનધડ વહીવટને ઠેકાણે લાવવામાં જોતરાયા છે. પ્રમુખ તરીકે પદભાર સંભાળતાની સાથે પાલિકાના સફાઈ કર્મી અને પેન્શનરોના બાકી પડતા ચાર માસના પગાર પેટેનો ૧ માસનો પગાર ચુકવણી કરી છે. જ્યારે પાલિકા વિસ્તારના સ્ટ્રીટ લાઈટ સહિતના વીજ બીલના બાકી પડતી રકમ માંથી ૧૦ લાખની ચુકવણી કરાઈઅ ને પ્રમુખ દ્વારા બીજા નાણાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.