ગોધરા પાલિકાના વોર્ડ નં.૮માં પાણીની સમસ્યા અંગે કલેકટરને રજુઆત

ગોધરા,
ચુંટણી માથે હોવાને લઈને અવારનવાર અરજદારો દ્વારા માંગણી કરવા છતાં કોઈપણ જાતના ગોધરા નગર પાલિકા દ્વારા પ્રતિસાદ નહીં સાંભળતા આખરે પાલિકાના વોર્ડ નં . ૮ ની હદમાં આવેલ ચેતનદાસ પ્લોટ , ભૂખરી પ્લોટ , કુરકુર પ્લોટ , રગડીયા પ્લોટ વિસ્તારના મકાનોમાં પીવાનું પાણી ન આવવાની સમસ્યા તથા દૂષિત પાણી તેમજ દુર્ગંધ યુક્ત પાણી આવતું હોય સત્વરે આ સમસ્યાનો નિકાલ કરવા માટે કલેકટરને રજુઆત રહિશો દ્વારા કરવામાં આવી છે.

રહિશો દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં . ૮ ની હદમાં આવેલ ચેતનદાસ પ્લોટ, ભૂખરી લોટ, કુરકુર પ્લોટ, રગડીયા પ્લોટ, અશરફી મજીદ જેવા વિસ્તાર આવેલા છે . જે વિસ્તારમાંથી ચેતનદાસ પ્લોટ ઝકરિયા મરજીદ સુધી પીવાના પાણીની સુવિધા હાલ ઉપલબ્ધ છે. તેમજ તેનાથી આગળ આવેલ વિસ્તાર ભૂખરી પ્લોટ, અશરફી મરજીદ આગળ પીવાનું પાણી આવતું નથી અને આ સમસ્યા આ વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષથી ચાલતી આવેલ છે. જે બાબતે અમો આ વિસ્તારના રહીશોએ ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર છીની પણ વારંવાર રજુઆતો કરેલ છે. તેમ છતાં આમારી આ સમસ્યાઓનું નિરાકરણ આવેલ નથી અને ગોધરા નગર પાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ભખરી પ્લોટ, અશરફી મરજીદ આગળ કોઈક વાર પાણી પ્રેશર હોય તો આવે છે. તે પણ દૂષિત પાણી તેમજ દુર્ગધ યુક્ત પાણી આવતું હોય આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે સમસ્યા છેલ્લા ૬ માસથી આવે છે. નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં . ૮ ની વિસ્તારના રહીશો એ આ બાબતે અવાર નવાર ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરવા છતાં અમો રહીશોને આ બાબતે આજ દિન સુધી યેન કેન પ્રકારે જવાબો મળી રહેલ છે અને ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ દાખવી રહ્યા નથી.આ દૂષિત પાણી તેમજ દુધ યુક્ત પીવાના પાણીની સમસ્યાને લીધે અમારા વિસ્તારમાં કોલેરા તથા પેટજન્ય રોગો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. અને અમો તથા અમારા વિસ્તારના રહીશો ઉપર ગંભીર રોગચારાનો ખતરો રહેલો છે . આ વિસ્તારની વસ્તી આશરે ૨૫,૦૦૦ લીકોની છે. પશ્ર્ચિમ વિસ્તારની હદમાં આવેલ વિસ્તારોમાં બનેલ ભૂગર્ભ ગટર યોજનાની નિગરાની હાલ ટેકનીકલ માણસો વગેર થઇ રહેલ છે. જે બાબતે છેલ્લા ૮ મહિનાથી ગોધરાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં આ સમસ્યા પરત્વે પણ ધ્યાન આપવામાં આવતું નથી .

જે તે અધિકારી પાસે સ્થળા તપાસ કરાવી નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં .૮ ના આ વિસ્તારોમાં પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેમજ દૂષિત પાણી તેમજ દુર્ગંધ યુક્ત પાણી થી છુટકારો મળી રહે તે બાબતે આપ યોગ્ય મદદ કરશો અને આ બાબતે ત્વરિત પગલા લઇ આ સમસ્યા માટે ધટતુ કરી આપવા માટે આ વિસ્તારના રહીશોની આપ ને રજૂઆત છે.