- શાળા સંચાલકો દ્વારા ગ્રાન્ટ નહિ ફળવાતા વેરો ભરી શકયા નથી.
ગોધરા, ગોધરા નગરપાલિકા હસ્તક આવેલી તાલુકા પંચાયતની 20 ઉપરાંત શાળાઓમાં 10 લાખ કરતા પણ વધારે વેરા વસુલાત બાકી હોવાના કારણે નગરપાલિકા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. તે છતાં પણ તાલુકા પંચાયત માં સમાવેશ થતી 20 ઉપરાંત પ્રાથમિક શાળા દ્વારા હજુ સુધી વેરાઓ ભરપાઈ કર્યો નથી. જેની સીધી અસર નગરપાલિકા તંત્ર તિજોરી ઉપર પડી રહી છે અને છેલ્લા ત્રણ માસથી નગરપાલિકાના કર્મચારીઓ પગારથી વંચિત છે.જ્યારે નગરપાલિકા તંત્રની વેરા વસૂલાત વિભાગની ટીમ દ્વારા દરેક શાળા ઓમા વેરા વસુલાત માટે નોટિસ ફટકારવામાં આવી તો શાળા સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવે છે. જેથી અમે વેરો ભરી શકતા નથી. આ માટે તમે તાલુકા પંચાયતમાં જઈ પૂછી શકો છો. જ્યારે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એવું જણાવ્યું હતું કે, શાળા ઓમા વેરા વસુલાત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જેની સીધી અસર નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ ઉપર પડી રહી છે.
ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતને વેગ આપવામા આવ્યો છે . નાણાંકીય વર્ષ માર્ચ એન્ડીંગમાં વેરા વસુલાત માટે પાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામા આવે છે.
જેમાં ગોધરા નગર પાલીકા દ્વારા રૂા.27 કરોડની બાકી વેરાની વસુલાત સામે રૂા.16 કરોડની વસુલાત 31 માર્ચ સુધી થઇ છે. પરંતુ હજી પણ 13 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. જેમાં ગોધરા નગર પાલીકા વિસ્તારમાં આવતી સરકારી 20 જેટલી શાળાઓ પાસે રૂ 10 લાખ કરતા વધુ બાકી વેરાની વસુલાત કરવા નોટીસ આપવામાં આવી છે.. પણ શાળા અને શિક્ષણ વિભાગ વચ્ચે પાલિકામાં વેરો ભરવામાં આવ્યો નથી..
ગોધરા નગર પાલિકામાં રહેણાંક, કોમર્શિયલ, સ્કૂલ-શાળા, કોલેજો સહિતના મિલ્કતધારકો પાસેથી મિલ્કતવેરો, શિક્ષણ, ગટર, ખાસ પાણીકર, સફાઇ, જનરલ સેઝ, સામાન્ય પાણીવેરો, માટે એકમોને નોટીસ આપી છે. ચાલુ વર્ષમાં 2.5 કરોડ રૂપિયાનો વેરો વસુલ કરવામાં આવ્યો છે.જોકે હજી 13 કરોડની વસુલાત કરવાની બાકી છે.
ગોધરા નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગના અધિકારી સલીમભાઈ પઠાણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા વિસ્તારમા આવેલ 20 જેટલી શાળાઓનો 10 લાખ ઉપરાંતનો વેરો ભરવાનો બાકી હોવાના કારણે નગરપાલિકા તંત્ર દ્વારા 20 જેટલી સરકારી શાળા ઓને તા. 7/11/2023 ના રોજ નોટિસ ફટકારી હતી અને આ બાબતે તાલુકા પંચાયત ને જાણ કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યુ કે શાળાઓમાં આપવામાં આવતી ગ્રાન્ટમાંથી વેરો ભરવાનો હોય છે. ત્યારે પાલિકા દ્વારા શાળાઓનો સંપર્ક કરતા તેઓ શાળાના સંચાલકો દ્વારા જણાવ્યું કે ઓછી એવી ગ્રાન્ટમાંથી અમે કઈ રીતે વેરો ભરીએ..? ત્યારે પ્રાથમિક શાળા અને તાલુકા પંચાયતની વચ્ચે નગરપાલિકા તંત્રને ખો મળી રહી છે.
ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારી કૃણાલ હઠીલાએ જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકાર હસ્તક 20 જેટલીઓમાં 10 લાખ જેટલો વેરો બાકી છે. જે અંગે અમારા દ્વારા વેરો ભરવા બાબતે લેખિતમાં સૂચના આપવામાં આવી છે. તેમજ પાલિકા વિસ્તારમા આવેલ શાળાઓને વેરો ભરવા માટે જિલ્લા કક્ષાએથી કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી.
1.નૂતન ગુજ. મિશ્ર શાળા દલુની વાડી, ગોધરા, 2.દલુની વાડી પ્રાથમિક શાળા-ગોધરા, 3.પોલીસ લાઈન ગુજ. કુમાર ક્ધયાશાળા-ગોધરા, 4.ડો.આંબેડકર પ્રાથમિક શાળા-ગોધરા, 5. શાંતિ કુમાર પ્રાથમિક શાળા કાઠીયાવાડ-ગોધરા, 6.સિવિલ લાઇન્સ ગુજરાતી ક્ધયા શાળા-ગોધરા, 7. ભાવરાવ આર દેસાઈ કુમાર ક્ધયા શાળા-ગોધરા, 8. સાતપુલ ઉર્દુ કુમાર શાળા-ગોધરા, 9.ભુરાવાવ ગુજરાતી મિશ્ર શાળા-ગોધરા,10. સ્ટેશન રોડ ગુજ. પ્રાથમિક શાળા-ગોધરા, 11. વિવેકાનંદ ગુજરાતી પ્રાથમિક શાળા-ગોધરા, 12.ગોન્દ્રા ઉર્દુ મિશ્ર શાળા-ગોધરા,13. પોલન બજાર ઉર્દુ કુમાર શાળા-ગોધરા, 14.પોલન બજાર ઉર્દુ ક્ધયા શાળા-ગોધરા, 15.સાતપુલ ઉર્દુ ક્ધયા શાળા-ગોધરા,16.અભરામ પટેલના મુવાડા પ્રાથમિક શાળા-ગોધરા, 17.ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા-ગોધરા, 18. સિંધી સમાજ ગુજરાતી પ્રાથમિક શાળા-ગોધરા, 19. સિવિલ લાઇન્સ ઉર્દૂ મિશ્ર શાળા-ગોધરા, 20. ગોન્દ્રાં ઉર્દૂ મિશ્ર શાળા ગોધરા,21. પોલીસ લાઈન ગુજરાતી કુમાર શાળા-ગોધરા.