
ગોધરા,
ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારના નદીસર, જુનીધરી, ખજૂરી, કબીરપુર સહિત આસપાસના નાના મોટા દરેક ગામોમાં વીજ પુરવઠો નજીકમાં ટીંબા ૬૬ કે.વી સબ સ્ટેશન માંથી આવે છે. ત્યારે ટીંબા ૬૬ કે.વી સબ સ્ટેશન માંથી આ વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું મુખ્ય ૧૧ કે.વી વીજ લાઈન એન.એમ.સી વન પર સહેજ વરસાદ પડે ને કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને રાત્રીના જે સમી સાંજના સમયે ખૂબ હેરાન પરેશાન થવું પડે છે. એક તરફ હાલ સખત ઉકળાટ વાડી ગરમી તો આ સીઝન માં ઝેરી જીવજંતુનો ભય રહેતો હોય છે. તેવામાં સાંજના ભોજન તેમજ રાત્રે સૂવાના સમયે જ વરસાદ કે સહેજ પવન આવે તો પણ વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને લાઈન કલાકો સુધી ફોલ્ટમાં રહે છે. એક તરફ વારંવાર સમારકામ હેતુ લાઈનો બંધ કરવામાં આવે છે. તો તે વખતે શું સમારકામ થયું હશે તે બાબતે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે.
આ તરફ એમ.જી.વી.સી.એલ કાકણપુરના સૂત્રોનો સંપર્ક સાધતા તેવો એ જણાવ્યું હતું કે, નદીસર સુધી ટ્રી કટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે હજુ છાપરિયા અને પતરાના મુવાડા ગામમાં ટ્રી કટિંગ બાકી છે. જ્યારે લાઈન પર પિન અને ડીશ પંકચર થવાના કારણે પણ ફોલ્ટની સમસ્યા છે. તે આગામી સમયમાં દુરસ્ત કરવા પ્રયત્ન થશે જોકે પિન અને ડીશ પંકચાર ફોલ્ટ સતત વરસાદ ચાલુ હોય તોજ મળે તે પણ એક પેચીદો પ્રશ્ર્ન છે.
નદીસર થી ટીંબા સબ સ્ટેશન સુધી ની ૧૧ કે.વી લાઈન પણ ઘણી મોટી છે. ત્યારે અહીંયા તંત્ર દ્વારા છેલ્લા દોઢેક વર્ષ થી નવા નદીસર ખાતે સબ સ્ટેશન બનાવવા સર્વે કરવામાં આવ્યું છે. તે અંગેની આગળની કાર્યવાહી તુરંત આટોપી સબ સ્ટેશન વહેલું બને તે દિશા માં પ્રયત્નો પણ જરૂરી છે.
આવીજ સમસ્યા આજ સબ સ્ટેશન માથી વીજ પુરવઠો મેળવવા વાલૈયા, ગુસર, અમ્રેશ્ર્વર, ભીમા સહિત ના ગામો ની છે. ત્યારે આવડા મોટા વિસ્તાર માટે નાઈટમાં એકજ ગાડી રાત્રે રહે છે. તો એમ.જી.વી.સી.એલ દ્વારા ટીંબા અને કાકણપુર વિભાગ માટે બે અલગ અલગ ગાડી ઓ રાખવી જરૂરી છે અને એક ગાડી અને સ્ટાફ રાત્રી ના સમયે ટીંબા ૬૬ કે.વી ખાતે રાખવા પણ માંગ ઉઠી છે.
ત્યારે એક તરફ સરકાર જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાઓમાં ૨૪ કલાક વીજ પુરવઠો મળતો થયો છે. બીજા રાજ્યોમાં જઈ ને ભાટાઈ કરે છે પણ વીજ લાઈનો પર થતા ફોલ્ટ ના કારણે અહીંયા પિકચર જ કઈક જુદું છે…!!!