ગોધરા, ગુજરાત રાજ્યના ભુતપૂર્વ મુખ્યમંંત્રી શંકરસિંહ વાધેલા પંચમહાલમાં ગોધરાની ટુંકી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મીડીયા સાથેની વાતચીતમાં દારૂબંધીને ભ્રષ્ટાચારનો પ્રશ્ર્ન કરતાં દારૂબંધીને સરકારનો જવાબદાર ઠેરવ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં લોકસભાની ચુંટણી નજીક આવતાંં રાજકીય નેતાઓની ચહેલપહેલ વધી છે. આજરોજ ગોધરા ટુંકી મુલાકાત માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંંહ વાધેલા આવ્યા હતા. મુલાકાત દરમીયાન મીડીયા સાથેની ઔપચારિક વાત કરતાં જણાવ્યું કે, ભ્રષ્યાચાર માટે સરકાર નહિ પરંતુ પ્રજાજનો એટલા જવાબદાર છે. લોકો હજી ભ્રષ્ટાચારને પસંદ કરને મત આપે ત્યારે સરકાર બનતી હોય છે. લોકોએ જાગૃત થઈને ભ્રષ્ટાચારના વિરૂદ્ધમાંં મતદાન કરવું જોઈએ. શંકરસિંહ બાપુએ દારૂબંધી માટે જણાવ્યુંં કે, હું દારૂ પીતો નથી. પરંતુ જે લોકો દારૂ પીવે છે તે સારો દારૂ પીવે તે માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ અને આ આવક આરોગ્ય, શિક્ષણ અને સુખાકારી યોજના માટે થઈ શકે છે. ગુજરાતમાં દારૂબંધીને પોલીસ અને રાજકરણીઓની કમાણીનું સાધન છે અને એવી દારૂબંધીની દંભનીતિને હટાવી જોઈએ. લોકસભાની ચુંટણીને લઈ કહ્યું કે, જે ચમકે તે સોનું હોય એવું નથી. લોકસભાની ચુંટણીમાં લોકોએ પોતાનુંં સ્થાન નકકી કરવાનું છે. સાથે આગામી લોકસભા ચુંટણી પોતે લડવા નથી. તેમ જણાવ્યુંં હતું.