ગોધરાની તહુરા પ્રોટીન્સ દાળ મીલમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ફરી તપાસ હાથ ધરી

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સ્ટાફ દ્વારા ગોધરા શહેરમાં શેખ મજાવર રોડ ઉપર આવેલી તહુરા પ્રોટીન્સ દાળ મીલમાં ફરી વખત તપાસ હાથ ધરવામાં આવી હતી. પુરવઠા વિભાગ દ્વારા મીલ માલિકોના ધરે પણ સર્ચ કરવામાં આવ્યુ હતુ.

ગોધરા શહેરમાં આવેલા શેખ મજાવર રોડ ઉપર તહુરા પ્રોટીન્સ નામની દાળ મીલમાં કેટલાક સમય અગાઉ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણા તેમજ ગોધરા સિટી મામલતદાર તથા પુરવઠા સ્ટાફ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન પુરવઠા વિભાગે રૂ.16.47 કરોડની કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો ત્યારે ફરી વખત પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને સ્ટાફ દ્વારા મીલની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ વખતે મીલ માલિકોના ધરે પણ પુરવઠા વિભાગે સર્ચ કર્યુ હતુ.

ત્યારે મીલ માલિકો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાના તુવેર દાળના જથ્થાનો કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર સ્ટોક મેન્ટેન કરી મીલમાં રાખી મુકયો હતો. ત્યારે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ આંધ્રપ્રદેશ સરકાર ખાતે સંબંધિત દાળ મીલના સંચલક તેમજ અન્યોને નોટિસ ફાળવી હતી. ત્યારે વધુવાર એકવાર ગોધરામાં તહુરા પ્રોટીન્સ દાળ મીલમાં જિલ્લા પુરવઠા અધિકારી સહિત સ્ટાફે ચેકિંગ સાથે તપાસ કરતા આ મામલો ગોધરા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો હતો.