ગોધરા ની સબ જેલ માં આંતરાષ્ટ્રીય ન્યાય દિવસ ની ઉજવણી, કેદીઓ ના અધિકાર પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યુ દિલ્લી ના આદેશયી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના માર્ગદર્શન હેઠડ પંચમહાલ જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા શનિવારે ગોધરા સબ જેલ માં આંતરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવણી કેદીઓ સાથે કરવામાં આવી જેમાં પી.એલ.વી જશવંત ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા જેલ માં હાજર રહેલ સ્ત્રી કેદી 21 અને 292 પુરૂષ કેદીઓ ને જેલના નિયમો અને કેદીઓ ના અધિકારો વિશે સરળ સબ્દો માં રસપ્રદ માહિતી આપવામાં આવી હતી સિનયર એડવોકેટ દક્ષેષ ભાઈ દેસાઇ જેઓએ પણ કેદીઓ ને હાઇ કોર્ટ માં અપીલ/પિટિશન અને કાયદાકીય સહાય તથા અપીલ કરવા કેદી હક ધરાવે છે તથા નામદાર હાઇકોર્ટ માં મફત કાનૂની સહાય સમિતિ દ્વારા સહાય આપવામાં આવે છે તેમજ કેદી દ્વારા પૂછાયેલ પ્રશ્નોનો સરળ ભાષામાં જવાબ આપ્યા હતા તે ઉપરાંત કેદીઓ ને મળેલી પેરોલ રજાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અડવોકેટ પારૂલબેન ઠાકોર જેઓએ પણ સ્ત્રી કેદીઓ ને અધિકાર વિશે તથા તેમણે મળતી કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેલ ના જેલર આર,બી. મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પટેલ મુકેશભાઇ તથા સુરસિંગભાઈ જાલઈયા તથા જેલના સ્વયં સેવકો જેલ ના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું