ગોધરાની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા ગોધરા તાલુકાની નાની કાંટડી ગામની લગભગ 100 એકટ જેટલી જમીન પચાવી પાડવાનુ કાવતરુ રચનાર આરોપી ઈકબાલ અહેમદ મેંદાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે 100 એકર જેટલી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું, સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, ખોટું પેઢીનામું અને વારસાઈ કરીને જમીન પચાવી પાડવા માટે સમગ્ર કાવતરુ રચવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતીઆ ગુનામાં સંડોવાયેલા આરોપી ઈકબાલ અહેમદ મેંદાએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવા માટે પચમહાલ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને લઇને તપાસ કરનાર પોલીસ અધિકારી કોર્ટમાં એફીડેવીટ રજુ કર્યું હતું, જેમાં આરોપી ધ્વારા ભજવમાં આવેલ ભુમિકા મુજબ આ સમગ્ર ગુન્હામાં ઈકબાલ અહેમદ મેંદાએ અન્ય આરોપી સાદીક અબ્દુલરઝાક અંધી સાથે રફીક એહમદ ઈબ્રાહીમ મલેક મળાવી આ મિલ્કત બાબતે સાદીકભાઈ અંધીના કહેવાથી અરજદારે જમીન સપાદનમાં એનઓસી માટે તેના નામથી બે અરજીઓ જમીન સપાદનમાં કરી ખોટી નોંધ કરવા માટે અરજી કરી હતી, કોર્ટમાં આરોપીએ કરેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી પચમહાલ જિલ્લાના પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમા ચાલી જતા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઈ આરોપી ઈકબાલ અહેમદ મેંદાની રેગ્યુલર જામીનઅરજી નામંજુર કરવામાં આવી છે.