ગોધરાની કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકી દાઝી; સેનેટાઈઝરની બોટલ ઢોળાવાથી આગ લાગ્યાનું અનુમાન.

ગોધરા શહેર મધ્યમાં આવેલા પટેલવાળા ખાતે આવેલી કાજીવાડા ગુજરાતી મિશ્ર સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીની અચાનક લાગેલી આગ જ્વાળાઓની લપેટમાં આવી જતાં દાઝી ગઈ હતી. જેથી તાત્કાલિક ગોધરા સિવિલ લાયન્સ રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

જોકે શાળા સંચાલકો દ્વારા આજ બપોરના સુમારે વિદ્યાર્થીઓ વચ્ચેની નિર્દોષ મસ્તીમાં સેનેટાઇઝરની બોટલ જમીન ઉપર ઢોળાઈ જતાં કોઈક દ્વારા દીવાસળી સળગાવતાં અચાનક થયેલા ભડકામાં વિદ્યાર્થીની દાઝી ગઈ હોવાનું હાલ અનુમાન છે. બનાવની જાણ વિદ્યાર્થીનીના સ્વજનોને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારે સરકારી શાળામાં સેનેટાઈઝરની બોટલ ક્યાંથી આવી અને દીવાસળી કોણે સળગાવી તેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ બેદરકારીની ઘટનાથી ભયભીત બનેલા વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણો ઊભી થઈ છે. જો કે સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે.

ગોધરા શહેરના પટેલવાળા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક માસૂમ વિદ્યાર્થીની બપોરના અંદાજે ચાર કલાકના સુમારે અચાનક લાગેલી આગન જ્વાળાઓમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી દોડી આવેલા સ્વજનો અને સાથે રહેતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જોકે અણધાર્યા આ ગંભીર બનાવના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચકચાર પ્રસરી જવા પામી છે.

ગોધરા શહેરના શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલના જણાવ્યા અનુસાર, ગોધરા શહેરના કાજીવાડ વિસ્તારમાં આવેલ ગુજરાતી મિશ્ર શાળા ખાતે અભ્યાસ કરતી ધોરણ આઠમાં વિદ્યાર્થીની કોઈ જવનશીલ પદાર્થના કારણે દાઝી ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યારે અમારો સ્ટાફ વિઝીટ કરવા માટે આવ્યો છે. અમને જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીની દાઝી ગઈ છે. હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે. બે દિવસ સુધી તેને ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને તેની પૂર્તિ કાળજી લેવા માટે અમારો સ્ટાફ અહીં હાજર છે.