મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા પાંજરાપોળને અપાતી પશુ દીઠ સહાય રૂા.30 થી વધારી રૂા.100 કરવા મામલે શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરા સંચાલિત પ્રભાબેન કાનજીભાઇ શેઠ જીવદયાધામ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગૌશાળા પાંજરાપોળ ધ્વારા ગાયોના નિભાવ અને જાણવણીની કામગીરીમાં મદદરૂપ થવા માટે, સરકાર દ્વારા ગયા વર્ષથી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત, ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવાની શરૂઆત કરી છે. સરકારના પગલાંને જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીગણ, હદયપૂર્વક આવકારે છે. તેમજ સરકાર દ્વારા ગૌવંશના નિભાવ માટે જે સહાય જાહેર કરેલ છે. તે માટે અમો સરકારનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ. હાલમાં સરકાર દ્વારા એક જીવ/પશુ દીઠ રૂા.30 સહાય આપવામાં આવે છે. હમણાંના થોડા સમયમાં ઘાસચારો તથા પશુદાણ તેમજ માણસોની મજુરી ખર્ચમાં ખુબજ વધારો થયેલ છે. જેથી સંસ્થાઓને ગૌશાળા ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે, ઉપરોક્ત સહાયની રકમ વધારીને રૂા. 100 કરી આપવામાં આવે, જેથી ગૌવંશની સારી રીતે સાચવણી થઈ શકે તેમ ગોધરા શ્રી જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ કે શેઠ દ્વારા જણાવવામાં આવ્યું હતું.