ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ધો.10નું ઝળહળતું પરિણામ

ગોધરા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધો.10ની પરિક્ષાનું પરિણામ જાહેર થતા ગોધરા શહેરમાં આવેલ ધ પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ધો.10 બોર્ડનું પરિણામ 97.22% ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શાળાની 144 વિધોથીનીઓએ પરિક્ષા આપી હતી. જેમાં 140 વિધોથીનીઓ ઉત્તીર્ણ થય શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં અફીફા બીલાલ સીંધીએ (પ્રથમ ક્રમાંક) 92.50% પર્સેન્ટાઇલ રેન્ક 99.66, મેળવેલ છે. આયશા ઇદરીસ પટેલ (દ્વિતિય ક્રમાંક) 89.17% પર્સેન્ટાઇલ રેન્ક 98.73 મેળવેલ છે. જ્યારે આ ઝેનબ મોહંમદઅમીન છુંગાએ (તૃતીય ક્રમાંક) 87.33% પર્સેન્ટાઇલ રેન્ક 97.93 મેળવી સંસ્થા શાળા અને સમાજનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્યા ડો.સાયરાબાનું દુરવેશ તેમજ શાળાના શિક્ષકો, સ્ટાફગણ અને સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી સહીતના હોદ્દેદારો, કારોબારી સભ્યો વગેરે એ પરીક્ષામાં એક થી ત્રણ ક્રમાંક મેળવનાર તેમજ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તારલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.