ગોધરા,ગોધરા કસ્બા વિસ્તારના રે.સ.નં.633/2 તથા 636/2 પૈકી 2 અને પૈકી 1 બન્ને સર્વે નંબરવાળી ફાર્મ હાઉસ અને ગ્રીન ઝોનવાળી જમીનોમાં શરતોને આધિન બિનખેતી (એન.એ.) હુકમ કરવામાં આવ્યા હતા. આ બિનખેતીના હુકમોનો ભંગ કરી નગર નિયોજન મારફતે નકશો મંજુર કરાવ્યા વગર પોતાના બનાવેલ ખાનગી નકશાના આધારે પ્લોટીંગ કરી પ્લોટોનું વેચાણ કરી તેમજ લે-આઉટ પ્લાન વગર પ્લોટમાં બાંધકામ શરૂ કરતાં આ બાબતે જમીન ખાલસા કરવાની માંગ સાથે અરજદારે રજુઆત કરેલ હોય અનુસંધાને ગોધરા શહેર મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી સ્થળ ઉપર તપાસ માટે ગયા હતા અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે જીલ્લા કલેકટરના જમીન એન.એ.ની હુકમની શરતોનો ભંગ થયો હોય ત્યારે સ્થળ તપાસ કરી તૈયાર કરેલ રિપોર્ટ જીલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે કે કેમ તેવી અનેક અટકળો ચાલી રહી છે.
ગોધરા કસ્બાની ગ્રીનઝોન સીટી સર્વે વોર્ડ ગોધરા (બિનખેતી-1) સીટી સર્વે નં.633/2 અને સર્વે નં.636/2 પૈકી/ પૈકી 1 વાળી જમીન ખેતની હેડે આપેલ હતી. આ જમીન બિનખેતી (એન.એ.)ની પરવાનગી માટે જીલ્લા કલેકટરને અરજી કરવામાં આવતાં જીલ્લા કલેકટર દ્વારા બિનખેતી (એન.એ.) જમીનના હુકમમાં અલગ-અલગ પ્રકારના શરતો મુકવામાં આવેલ અને હાલ સીટી સર્વે કચેરીમાં તબદીલ થયેલ છે પરંતુ ઉપરોકત સર્વે નંબરોની જમીન એન.એ.ના હુકમો શરતોને આધિન કરવામાં આવ્યા છે. તે સ્થળ ઉપર શરતોનુંં પાલન કરવામાં આવેલ નથી. જીલ્લા કલેકટરના બિનખેતી (એન.એ.) હુકમથી વિપરીત નગર નિયોજન મારફતે નકશો મંજુર કરાવ્યા કે મેળવ્યા આવ્યો ન હતો અને પોતાના ખાનગી બનાવેલ નકશાના આધારે જમીનમાં પ્લોટીંગ કરી આ પ્લોટોનું વેચાણ કરવામાં આવ્યા હતા અને આવા વેચાણ થયેલ પ્લોટો ઉપર બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યા હોય જીલ્લા કલેકટર દ્વારા બન્ને સર્વે નંબરો વાળી જમીનમાં બિનખેતીના હુકમ શરતોને આધિન કરવામાં આવ્યા ન હોય અને મનસ્વી રીતે પ્લોટીંંગ કરી પ્લોટોનું વેચાણ કરવામાં આવ્યું હોય તેવા આવા વેચાણ થયેલ પ્લોટમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોય ત્યારે અરજદાર દ્વારા જીલ્લા કલેકટર દ્વારા શરતોને આધિન બિનખેતીના હુકમનું પાલન નહિ કરતાં આ (એન.એ.) થયેલ જમીન ખાલસા કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટર અને ગોધરા શહેર મામલતદારને લેખિત રજુઆત કરાઈ હતી. ગોધરા કસ્બાના રે.સ.નં.633/2 અને સર્વે નં.363/2 પૈકી 2 પૈકી 1 વાળી જમીનમાં બિનખેતીના હુકમોના ભંગની તપાસ માટે ગોધરા મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી સ્થળ ઉપર તપાસ માટે ગયા હતા અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. મામલતદાર, સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરી તૈયાર કરેલ રિપોર્ટ જીલ્લા કલેકટર પંચમહાલને સુપ્રત કરશે ખરાં તે જોવું રહ્યું.