ગોધરાની દુકાનમાંથી અમુલ મેંગો ડોલી કેન્ડીમાંથી માખી નીકળતા ફ્રુડ વિભાગમાં રજુઆત

ગોધરાની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી અમુલની મેંગો ડોલી કેન્ડીમાંથી માખી નીકળતા આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી કરવા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજુઆત કરી છે.

નાના બાળકોને મેંગો કેન્ડી ખાવાનો ચસ્કો હોય છે. પણ આ મેન્ગો ડોલીમાંથી માખી નીકળતા આરોગ્ય સાથે ચેડાં થતો કિસ્સો ગોધરામાં બન્યો છે. ગોધરાના કુબા મસ્જિદ પાસે આવેલ દુકાનમાં ફારૂકભાઈ મિસ્ત્રીએ અમુલની મેંગો ડોલી કેન્ડી રૂ.15માં ખરીદી હતી. અને તેઓએ કેન્ડીનુ કવર ખોલતા તેમાંથી માખી નીકળતા તેઓએ દુકાનદાર ફરિયાદ કરી હતી. દુકાનદારે આ કેન્ડીનો જથ્થો એજન્સી પાસેથી ખરીદ્યો હોવાનુ જણાવ્યુ હતુ. અમુલની મેંગો ડોલી કેન્ડીમાંથી માખી નીકળતા આરોગ્ય બગડી શકે તેમ હોવાથી ગ્રાહક ફારૂક મિસ્ત્રીએ પુરાવા સાથે પંચમહાલ ફ્રુડ વિભાગને લેખિત રજુઆત કરી હતી.