ગોધરાની છકકડીયા ચોકડી પાસે બાઈક ચાલકે રાહદારીને અડફેટમાં લઈ ઈજાઓ પહોંચાડતા ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાની છકકડીયા ચોકડી પાસે પાણીની ટાંકી સામે 65 વર્ષિય વયોવૃદ્ધ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી અડફેટમાં લઈ રાહદારીને પગના ભાગે ફ્રેકચર તેમજ છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી બાઈક સ્થળ પર મુકી નાસી જતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના છકકડીયા ચોકડી પાણીની ટાંકી પાસે રોડ ઉપરથી કાંતિભાઈ કાજવભાઈ પરમાર(ઉ.વ.65, રહે.બામરોલી, તા.શહેરા)ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બાઈક નં.જીજે.-17-સીબી-8579ના ચાલકે પોતાનુ બાઈક પુરઝડપે હંકારી લાવી રાહદારી કાંતીભાઈ પરમારને અડફેટમાં લઈ અકસ્માત કરતા પગના ભાગે ફ્રેકચર તેમજ છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી બાઈક સ્થળ પર મુકી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવવા પામી છે.