ગોધરા શહેરની અમન ડે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રવુતિ હાથ ધરવામાં આવી

ગોધરા,

આજરોજ અમન ડે સ્કુલમાં અવસર લોકશાહીના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ અન્ય સ્ટાફને મતદાન અંગેની માહિતી આપવામાં આવી. જેના વિશે જાગૃતતા લાવવા માટે એક નવતર એકટીવીટી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા GO VOTE શબ્દો દ્વારા ગાર્ડનમાં બેસીને તેમના વડીલો કેમ મત આપે છે? એની પાછળનું કારણ સમજાવીને સંપૂર્ણ 100% મતદાન કરવું જોઈએ, તે સમજાવવામાં આવ્યું. સાથે સાથે EVM મશીનને કેવી રીતે ઓપરેટ કરવું? અને કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે? તેનો વિદ્યાર્થીઓ ડેમો કરાવીને આગામી નવી ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવ્યા.