ગોધરા,અમન ડે સ્કુલમાં મોન્ટેસરીના બાળકો માટે રેઈની ડે (વર્ષાઋતુ )ની ઉજવણી કરવામાં આવી. ગુજરાતી મહિના અષાઢ થી માંડીને ભાદરવા સુધી ચોમાસાની ઋતુ હોય છે. આ ઋતુમાં નાના ભૂલકાઓને વરસાદમાં ભીજાવાનું, નવી-નવી રંગીન છત્રીરેઇનકોટ પહેરવાનું, હોડી બનાવવાનું વગેરે ગમતું હોય છે. શાળાના શિક્ષકો દ્રારા તેમને રેઇન (વર્ષા) આવે તો નાહવાની મઝા સાથે સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી, વર્ષા ઋતુનો ખોરાક વિશેની પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેની નાના ભૂલકાઓએ ભરપુર આનંદ અને ડાન્સ સાથે મઝા માણી હતી.