ગોધરાની ચાર દુકાનોને ફાયર સેફટી એન.ઓ.સી. નહિં મેળવતા સીલ કરાઈ

ગોધરા,

ગોધરા શહેરના વિશાલ કોમ્પ્લેકસની ત્રણ દુકાન અને વ્હોરવાડની એક દુકાનને પાલિકા દ્વારા ફાયર સેફટીની સુવિધા અંગેની એન.ઓ.સી. નહિ મેળવતા ચાર દુકાનોને સીલ કરવામાં આવી.

ગોધરા નગર પાલિકા દ્વારા શહેરના વિશાલ કોમ્પ્લેકસમાં આવેલ ત્રણ દુકાનો તેમજ વ્હોરવાડ વિસ્તારમાં કુતુબી એપાર્ટમેન્ટમાં આવેલ એક દુકાનદારને કોર્મશીયલ હેતુ માટે ઉપયોગમાં લેવાતી દુકાનોના માલિકોએ પાલિકા ફાયર વિભાગ પાસેથી ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એન.ઓ.સી. મેળવવાની થતી હોય છે. ચાર દુકાનદારોને ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા માટે બે વાર પાલિકા દ્વારા નોટીસ આપવામાંં આવવા છતાં ફાયર સેફટીની એન.ઓ.સી. નહિ મેળવતાં ગોધરા પાલિકા દ્વારા ચારે દુકાનોને સીલ કરવામાં આવી છે.