- સ્પેશ્યલ સી.બી.આઈ.કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતાને ઘ્યાને લઈ જામીન અરજી ફગાવી
મેડિકલમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાતમક પરીક્ષા નીટમાં કોૈભાંડ મામલે સીબીઆઈએ પકડેલા ગોધરાની જય જલારામ સ્કુલના આરોપી સંચાલક-ટ્રસ્ટી દિક્ષિત પટેલની રેગ્યુલર જામીન અરજી અત્રેની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા ઘ્યાને લઈ આરોપી દિક્ષિત પટેલને જામીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
કોર્ટે નોંઘ્યુ હતુ કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે. જેની તપાસ ચાલી રહી છે. ત્યારે હાલના તબકકે આરોપીને જામીન આપવાનુ ન્યાયોચિત નહિ લેખાય. ધો-12 પછી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષ કોૈભાંડ મામલો બહાર આવ્યા બાદ આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સીબીઆઈએ તપાસ સંભાળ્યા બાદ સમગ્ર પ્રકરણમાં લાંચ-રૂશ્ર્વતની કલમો લગાવીને દિક્ષિત પટેલ સહિત અન્યોની ધરપકડ કરી હતી.
દરમિયાન આરોપી દિક્ષિત પટેલે કરેલી રેગ્યુલર જામીન અરજીનો સીબીઆઈ તરફથી કોર્ટને જણાવ્યુ હતુ કે, આ સમગ્ર કોૈભાંડમાં પરીક્ષાની અનિયમિતતાને લગતા દસ્તાવેજો અન્ય સાક્ષીઓ પાસેથી જપ્ત કરાયા છે. પરીક્ષાર્થીને સારા માર્કસ આવે તે માટે અપનાવાયેલી ગેરકાનુની પદ્ધતિ અંગેના દસ્તાવેજો અને સાક્ષીઓની તપાસ ચાલુ છે.
સમગ્ર દેશમાં તેમનુ નેટવર્ક છે. તે સાબિત કરતા દસ્તાવેજો અને પરીક્ષાના સાક્ષીઓની પણ તપાસ ચાલી રહી છે. આરોપીની પુછપરછ દરમિયાન ધણી અગત્યની બાબતો સામે આવી છે. અને આરોપી તેનાથી સારી રીતે વાકેફ છે તેથી તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પુરાવાઓનો નાશ કરી શકે છે.
એટલુ જ નહિ, આ કોૈભાંડમાં ગેરકાયદે રીતે લાભ લેનાર અન્ય ઉમેદવારોની ઓળખ માટેની તપાસ અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આરોપી નીટ-2024 પરીક્ષામાં અન્ય રાજયોના શકમંદો સાથે સંપર્કમાં હોવાનુ સામે આવ્યુ છ. આરોપીની સમગ્ર દેશમાં લીંક હોવાની મહત્વની કડીઓ મળી