ગોધરા નીટકાંડમાં સીબીઆઇ દ્વારા કોર્ટમાં ચાર્જ શીટ રજૂ કરતા ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. નિટ પરીક્ષામાં પરીક્ષાર્થીઓનાં નાણાં રિઝલ્ટ આવ્યા બાદ આપવાનો વાયદો કરતા તુષાર ભટ્ટ અને પરશુરામે કીમિયો અપાનાવ્યો હતો અને વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12 ની માર્કશીટ સિકયુરિટી તરીકે પોતાની પાસે રાખી લઇ લીધી હતી.
કોર્ટે આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે રાખી છે.ગોધરા નીટકાંડની સીબીઆઇ દ્વારા તપાસ કરતા આનંદ વિભોરે રાજય બહારના 11 પરીક્ષાર્થીઓ આપ્યા હતા. ગોધરા સેન્ટર રાખવા તેઓના સરનામા ગોધરા, વડોદરા સહિતના ખોટા બતાવ્યા હતા. જેમાં ઓડિશા અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીના નીટ ફોર્મમાં સરનામુ એક સરખું ભુરાવાવ શિવ મંદિર પાસે ગોધરાનું બતાવ્યું હતું.
પરીક્ષા આપવા આવેલા રાજય બહારના પરીક્ષાર્થીઓ પાસ કરવાના નાણા રિઝલ્ટ બાદ આપવાનુ કહેતા તેઓની ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ સિકયુરિટી પેટે પરશુરામ એન્ડ કંપનીએ રાખી હતી. પાસ કરાવી આપવાના પરીક્ષાર્થી અને તેમના વાલી સાથે આનંદ વિભોર અને તુષાર ભટ્ટે મીટિંગ કરી હતી. નીટકાંડની તપાસ સીબીઆઇ કર્યા બાદ ચાર્જશીટ જમા કરાવ્યા બાદ અમદાવાદ સ્પે. સીબીઆઇ કોર્ટમાં મંગળવારે સુનાવણી હતી. પણ કોર્ટ આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ સુનાવણી રાખી છે.
નાણાં પરત ના આપવા વાલીઓને ગોધરા સેન્ટર માટે મનાવ્યા
પરશુરામ રોય અને તુષાર ભટ્ટ પહેલેથી એકબીજાને જાણતા હતા.પરશુરામ રોયના અમુક વાલીઓ સાથેની વોટસઅેપ ચેટમાં વાલીઓ પરશુરામ રોય પાસે અગાઉ એડમિશન પેટે લીધેલા નાણા પરત માંગતા હતા. પરશુરામ બેંગલોર અને જયપુર ખાતે વિદ્યાર્થીઓને મેડિકલ લાઇનમાં એડમિશન અપાવાના બહાને લાખો રૂપિયા લીધા હતા. જેથી વાલીઓ ઉઘરાણી પરશુરામ જોડે કરતા હતા. જેથી પરશુરામે નવી તબકીબ રચીને વાલીઓને ગોધરા સેન્ટરમાં નીટ 2024 ની પરીક્ષા આપવા મનાવી દીધા હતા. ફોર્મ ભર્યા બાદ પાસ કરાવી આપવાની જવાબદારી પરશુરામે આપી હોવાની વોટસઅપ ચેટમાં ખુલાસો થયો હતો.
વોટસઅપ ચેટિંગથી પૂર્વ આયોજિત કાવતરું બહાર આવ્યું:
ચાર્જશીટ સીબીઆઇએ ચાર્જ શીટમાં તમામ આરોપીઓના એકબીજા સાથે વોટસઅપ ચેટનો ઉલેખ્ખ કર્યો છે. સીબીઆઇએ વોટસઅપ ચેટિંગ જોતા પરશુરામ રોય, તુષાર ભટ્ટ, આરીફ વોરા, અનંદ વિભોર તથા પરષોત્તમ શર્માએ નીટ પરીક્ષામાં ચોરી કરાવવાનું પુર્વ આયોજીત કાવતરું કર્યાનું ચેટથી પુરવાર થાય છે.