ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રનીમાં જય જલારામ સ્કુલના ચેરમેનનીટ અટકાયત કરી સીબીઆઈ એ સ્પે.સીબીઆઇ કોર્ટમાં રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા.

ગોધરા,
ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રની તપાસ કરતી સીબીઆઈ દ્વારા શનિવારના રોજ જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની અટકાયત કરાઈ હતી અને પંચમહાલ જીલ્લા મુખ્ય સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં જીલ્લા મુખ્ય સેશન્સ જજ દ્વારા સીબીઆઈ દ્વારા અમદાવાદ સીબીઆઈ સ્પેશયલ કોર્ટના જજ સમક્ષ રજુ કરતાં દિક્ષિત પટેલના 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા.

ગોધરામાંં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રની તપાસ સીબીઆઈને સોંપવામાંં આવતાં સીબીઆઈ દ્વારા પંચમહાલ પોલીસની તપાસના ડોકયુમેન્ટ મેળવીને તપાસનો દોર શરૂ કર્યો હતો. સીબીઆઈ દ્વારા નીટ ચોરી કૌભાંડમાં પકડાયેલ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને કોર્ટમાં રજુ કરી શનિવારના રોજ 4 દિવસના રિમાન્ડ મેળવવામાંં આવ્યા હતા અને આરોપીઓની પુછપરછ હાથ ધરાઈ છે. ત્યારે શનિવાર મોડી સાંજના સમયે જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી અને રવિવારના રોજ પંચમહાલ મુખ્ય સેશન્સ કોર્ટમાં રજુ કરવામાંં આવ્યો હતો. જીલ્લા સેશન્સ કોર્ટના જજ સી.કે.ચૌહાણ દ્વારા દિક્ષિત પટેલને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાંં રજુ કરવા જણાવ્યું હતું. જેથી સીબીઆઈ દ્વારા અમદાવાદ સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં લઈ જવા માટે રવાના થયા હતા. રાત્રીના સમયે અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જજ સમક્ષ રજુ કરવામાંં આવ્યા હતા અને સીબીઆઈ દ્વારા ચાર દિવસના રિમાન્ડની માંગ કરતાં સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ દ્વારા દિક્ષિત પટેલના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા જય જલારામ સ્કુલના ચેરેમના રિમાન્ડ મેળવીને પુછપરછ શરૂ કરતાં નીટ પરીક્ષા કૌભાંડમાંં વધુ ખુલાસા થવાની શકયતાઓ રહેલ છે.