પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પાછલા 5 દિવસની CBIની ટીમ દ્વારા NEET પરીક્ષા પાસ કરાવાના કૌભાંડને મામલે તપાસ શરુ કરવામા આવી છે. શુક્રવારના રોજ સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામા સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટેમા અરજી કરવામા આવી હતી. પણ અરજી પણ વધુ સુનાવણી આજે શનિવારના રોજ હાથ ઘરવામા આવી હતી. જેમા કોર્ટ દ્વારા આ NEET પરિક્ષા કૌભાડમાં સંડોવાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા છે.સીબીઆઈ દ્વારા સમગ્ર મામલાને લઈને આરોપીઓની પુછપરછ કરવામા આવશે.
- CBIની એક ટીમ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી
- ઉચ્ચ અધિકારીઓ સહિતની એક ટીમ પોલીસ મથકમાં પહોંચી
- ગોધરા કોર્ટમાથી પાંચ પૈકી ચાર આરોપીઓની સીબીઆઇ દ્વારા કસ્ટડી મેળવ્યા બાદ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ શાળા ખાતે યોજાયેલી NEET પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પાસ કરાવાના મામલે સમગ્ર કેસ હવે સીબીઆઈના હાથમાં છે.CBI ના અધિકારીઓ છેલ્લા પાચ દિવસની ગોધરામા ધામા નાખીને બેઠા છે.સમગ્ર મામલાની જીણવટપુર્વક તપાસ કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ, તેમજ વાલીઓ,અને શાળા સચાલંકની પણ પુછપરછ કરી છે. સીબીઆઈ દ્વારા આ મામલે પંચમહાલ પોલીસે ધરપકડ કરેલા આરીફ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા,વિભોર આનંદની રિમાન્ડ માટે કોર્ટમા અરજી ગતરોજ દાખલ કરી હતી, બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામા આવી હતી. પણ આ મામલે વધુ સુનાવણી શનિવારના રોજ આજે રાખવામા આવી હતી. ગોધરા સબજેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ આ ચારેય આરોપીઓને કોર્ટ ખાતે લાવામા આવ્યા હતા. જ્યા કોર્ટ સમક્ષ રજુ કરવામા આવ્યા હતા.જ્યા કોર્ટ દ્વારા 4 આરોપીઓના 4 દિવસ માટેના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા હતા. આમ હવે આરોપીઓની કસ્ટડી CBI પાસે આવતા પુછપરછનો દોર શરુ કરવામા આવશે.CBI દ્વારા જ્યારે તપાસ હાથ ધરવામા આવી રહી છે,ત્યારે હવે ચોકાવનારા ખુલાસા થઈ શકે તેવી પણ શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.
જય જલારામ સ્કુલના આચાર્ય કેતકી પટેલ ઘરે CBIનુ સર્ચ
સમગ્ર મામલે પરીક્ષા કેન્દ્ર હોવાની ચર્ચામા રહેલી જય જલારામ સ્કુલના આચાર્ય કેતકી પટેલને પણ આ મામલે સીબીઆઈ દ્વારા ગોધરા સરકીટ હાઉસ ખાતે પુછપરછ માટે બોલાવામા આવી હતી. સાથે સાથે ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલા કેતકી પટેલના નિવાસ સ્થાન પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
ગોધરા NEET પરીક્ષા ચોરી કરાવવાના ષડયંત્ર મામલે CBIએ ઝડપાયેલા પાંચ આરોપી પૈકી ચાર આરોપીની કસ્ટડી મેળવી હતી.જેમાં ગોધરા સબ જેલમાંથી ચાર આરોપીઓની કસ્ટડી મેળવી સીબીઆઇ દ્વારા તમામ ચાર આરોપી ઓને ગોધરા એ ડિવિઝન પોલીસમાં મથકે લઈ જવાયા આવ્યા હતા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં સીબીઆઇના અધિકારીઓ હાજર રહ્યા હતા. સીબીઆઇ દ્વારા ચારેય આરોપીની ગોધરા કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે
CBI દ્વારા ચારેય આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી
NEETપરીક્ષામાં ચોરી કરાવવાના પ્રયાસના મામલે સીબીઆઇ દ્વારા આજે ગોધરા શહેરમાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ઝડપાયેલા પરસોતમ શર્માના ઘરે સીબીઆઇની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંસીબીઆઇના પંદરથી વધુ અધિકારીઓ ગોધરા ખાતે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.