ગોધરા નીટ પરીક્ષામાં ચોરી ષડયંત્રના આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાને કોર્ટમાં રજુ કરતાં 10 દિવસના રીમાન્ડ મંજુર કરાયા

ગોધરા, ગોધરા જય જલારામ સ્કુલમાં નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રના મુખ્ય સુત્રધાર તુષાર ભટ્ટ અને આરીફ વોરાની પંચમહાલ લોકલ બ્રાન્ચ દ્વારા બાંસવાડા રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. નીટર પરીક્ષામાં ચોરીના ષડયંત્રના મુખ્ય સુત્રધાર તુષાર ભટ્ટ જે ઝારખંડ સુધી કનેકશન ધરાવતો હતો. બિહાર નીટની પરીક્ષાના પેપરમાં 4 મેના રોજ પેપર લીક બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના તાર બિહાર નીટ પરીક્ષા સાથે સંકડાયેલ હોય ત્યારે તે દિશામાં તપાસ જરૂરી બની છે.

ગોધરા નીટ કૌભાંડના મુખ્ય સુત્રધાર તુષાર ભટ્ટ ઝારખંડની સંસ્થા સાથે સંકળાયેલ છે. તુષાર ભટ્ટને ઝારખંડ સંસ્થાના મધ્ય ગુજરાતના વિસ્તારક બનાવ્યા હતા. તુષાર ભટ્ટના રાજ્ય બહાર પણ સંપર્ક ધરાવતા હોય જ્યારે બિહારમાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ ઝડપાયું છે. ત્યારે બિહાર નીટ પેપર લીકના આરોપીઓ સાથે સંપર્ક હોય છે. ત્યારે ગોધરા નીટ ચોરી ષડયંત્રની તપાસ બિહાર નીટ ચોરીના કૌભાંડ તરફ તપાસ હાથ ધરવામં આવે તો ગોધરા થી બિહાર સુધીના અનેક નામો સામે આવી શકે છે.,

શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મોટા માથાની સંંડોવણી ના આક્ષેપ સાથે તપાસ કરવાની માંગ…

નીટ પરીક્ષા બાબતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આ નીટ ચોરીના ષડયંત્રની ઉંડી તપાસ જરૂરી છે. આની અંદર મોટા માથાઓ અને સ્કુલના સંચાલક સંડોવાયેલ હોય તો આ ચોરીનું ષડયંત્ર શકય બની શકે છે. તેવા આક્ષેપ કર્યો છે. નીટ પરીક્ષા યોજવા માટે જે કેન્દ્ર આપવામાં આવ્યું તે શંકાના દાયરામાં નીટનું પરીક્ષા કેન્દ્ર કયા ધારા ધોરણ મુજબ આપવામાં આવ્યુંં. તેની તપાસ જરૂરી છે. નીટ પરીક્ષા કૌભાંંડની ઝડપાયુંં તે સંસ્થાની પ્રવૃતિ શંકાસ્પદ જણાય છે. સંસ્થાની પ્રવૃતિ શંકાસ્પદ જણાય છે. ત્યારે શાળાની માન્યતા પણ રદ થવી જોઈએ. ભ્રષ્ટાચાર આચરનાર લોકોની તટસ્થ તપાસ થઇ કાર્યવાહીની માંગ કરાઈ છે.