ગોધરા નીટ પરીક્ષા ચોરી ષડયંત્રના પરશુરામ રોયના રીમાન્ડ મંજુર થતાં કોર્ટે રજુ કરી વધુ 3 દિવસના રીમાન્ડ મેળવ્યા

  • વિભોર આનંંદને કોર્ટે રજુ કરી 14 દિવસના રીમાન્ડ માંગ કરતાં 3 દિવસના રીમાન્ડ મંજુર કરાયા.

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રના આરોપી પરશુરામ રોયના રીમાન્ડ પુરા થતાં તેમજ નીટ પરીક્ષા ષડયંત્રમાંં ચોથા ઝડપાયેલ આરોપીને કોર્ટમાંં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પરશુરામ રોયના વધુ 3 દિવસના રીમાન્ડ જ્યારે વિભોર આનંંદના 3 દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા.

ગોધરા જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ચોરી કરવાનુંં ષડયંત્ર તપાસમાં બહાર આવ્યું હતું. આ નીટ પરીક્ષા ચોરીમાં વડોદરાના પરશુરામ રોયને ઝડપી પાડીને રીમાન્ડ મેળવ્યા હતા. તે રીમાન્ડ પુરા થતાં પરશુરામ રોયને કોર્ટમાંં રજુ કરાયો હતો અને વધુ પાંચ દિવસના રીમાન્ડની પોલીસે માંગ કરી હતી. કોર્ટ દ્વારા પરશુરામ રોયના વધુ 3 દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. ત્યારે નીટ પરીક્ષા ચોરી ષડયંત્રમાં ચોથા આરોપી તરીકે પોલીસે ઝડપેલ વિભોર આનંદને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રીમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટ દ્વારા વિભોર આનંદના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા.