ગોધરા નીટ પરીક્ષા ચોરી ષડયંત્રના આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાના રીમાન્ડ પુરા થતાં કોર્ટ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યા

ગોધરા, પંચમહાલ ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામ આરોપીઓના રીમાન્ડ મેળવીને પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓ પૈકી તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાના રીમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા.

ગોધરા જય જલારામ સ્કુલમાં યોજાયેલ નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા પરશુરામ રોય, તુષાર ભટ્ટ, આરીફ વ્હોરા, વિભોર આનંદ, પુુરષોત્તમ શર્માની ધરપકડ કરાઈ છે. નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં પકડાયેલ પાંચ આરોપીઓના રીમાન્ડ મેળવીને પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટની પુછપરછ દરમિયાન પુરષોત્તમ શર્માનું નામ ખુલવા પામ્યું હતું. મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાના રીમાન્ડ પુરા થતાં આજરોજ કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને જયુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો.

રીમાન્ડ દરમિયાન પુરષોત્તમ શર્માનું નામ ખુલ્યું….

નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રના મુખ્ય આરોપી તુષાર ભટ્ટની ધરપકડ બાદ 10 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમિયાન તુષાર ભટ્ટના મોબાઇલ ડીટેલ મારફતે તેમજ ઈન્ટ્રોગેશનમાં પુરષોત્તમ શર્મા નામ સામે આવ્યું હતું.

ચોરી કરવા ઈચ્છુક પરીક્ષાર્થી લાવવાનું કામ….

નીટ પરીક્ષામાં વચેટીયાની ભુમીકામાં આરીફ વ્હોરાની ભુમીકા હતી. તે પરીક્ષામાં ચોરી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને શોધી લાવતો હોવાનું સામે આવ્યું હતું.