ગોધરા,ગોધરા જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં પાંચ આરોપીઓની અટકાયત કરી જયુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનામાં શાળાના આચાર્ય આરોપી પુરૂષોત્તમ મહાવીર પ્રસાદ શર્માએ કોર્ટમાં નિયમિત જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતાંં આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.
ગોધરા જય જલારામ સ્કુલમાં તા.5/5/2024 પહેલા કોઈપણ સમયે નીટ પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તુષાર રજનીકાંત ભટ્ટ તથા પુરૂષોત્તમ મહાવીપ્રસાદ શર્મા આચાર્ય જય જલારામ સ્કુલ ( જે નીટ પરીક્ષાના સીટી કો.ઓર્ડિનેટર પરવડી તથા પડાલ થર્મલ) રાજ્ય સેવક તરીકે ફરજ બજાવતા હોય તેઓએ પોતાના મોબાઈલ ફોન તથા લીસ્ટમાં નણાવેલ પરીક્ષાર્થીઓને પાસ કરવા ગેરરીતિ આચરવા માટે અને અન્ય પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી આર્થિક લાભ માટે આરોપીઓ પરશુરામ બિન્દનાયરોય તથા વિભોર આનંદ ઉમેશ્ર્વર પ્રસાદસિંગ નાઓ એક પરીક્ષાર્થી દીઠ 10 લાખ રૂપીયા લેવના નકકી કરેલ આરોપી આરીફ વોરા પાસેથી 7 લાખ ઉપર એડવાન્સ લઈ નીટ પરીક્ષામાં ગેરરીતિ આચરવા ષડયંત્ર આચરવામા: આવવાના ગુનામાંં પાંચ આરોપી વિરૂદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા પાંચ આરોપીઓને ઝડપી પાડી રીમાન્ડ મેળવી ષડયંત્રની વિગતો મેળવી હતી અને આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હોય આરોપીઓ પૈકી પુરૂષોત્તમ મહાવીર પ્રસાદ શર્માએ નિયમીત જામીન મુખ્ય સેશન્સ જજની કોર્ટમાં મુકેલ હતી. આ જામીન અરજી અરજીની સુનાવણી મુખ્ય સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો રજુ કરતાંં આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઈ.