ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં પાંચમા આરોપી તરીકે જય જલારામ સ્કુલના પ્રિન્સીપાલની સંડોવણી સામે આવતાં મોડી રાત્રે ધરપકડ કરાઈ

ગોધરા, પંચમહાલ ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં ચાર આરોપી ઈસમોને પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી અને પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન વધુ એક આરોપી જય જલારામ સ્કુલના પ્રિન્સીપાલ પુરષોત્તમ શર્માનું નામ ખુલતા મોડી રાત્રે પાંચમાં આરોપીને ઝડપી પાડવામાંં આવ્યો.

ગોધરા પરવડી ચોકડી પાસે આવેલ જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષાનું સેન્ટર ફળવાયેલ હોય આ સેન્ટર ઉપર યોજાનાર નીટ પરીક્ષામાં ગોધરા જય જલારામ સ્કુલના 8 પરીક્ષાર્થીઓ તેમજ થર્મલ જય જલારામ સ્કુલમાં 20 પરીક્ષાર્થીઓ મળી કુલ 28 પરીક્ષાર્થીઓને ચોરી કરાવાનું ષડયંત્ર તપાસમાંં સામે આવ્યું હતું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પરશુરામરોય, તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંંધાતા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની પોલીસ પુછપરછમાં મુળ બિહારના અને વડોદરા ખાતે રહેતા વિભોર આનંદનું નામ ખુલતા આરોપીની બિહાર દરભંગાથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ તમામ આરોપીઓના રીમાન્ડ દરમિયાનથી પુછપરછમાંં વધુ એક આરોપી જય જલારામ સ્કુલના પ્રિન્સીપાલ પુરષોત્તમ શર્માનુંં જે નીટ પરીક્ષા સેન્ટરના કો.ઓર્ડિનેટર પણ હોય તેની સંડોવણી પણ આરોપીઓના નિવેદનમાંં સામે આવતાં પુરષોત્તમ શર્માની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, નીટ પરીક્ષાની ચોરી ષડયંત્રમાં પ્રિન્સીપાલની સંંડોવણી સામે આવી છે અને ધરપકડ કરાઈ છે. ત્યારે વધુ કેટલા માથાઓની સંંડોવણી છે. બહાર આવશે.