ગોધરા નીટ ચોરી પ્રકરણમાં ગુજરાતના બે વાલીઓના નિવેદન લેવાયા એમ.બી.બી.એસ.માં પ્રવેશ નહિ મળતા વાલીએ પરશુરામ રોય પાસે નાણાં પાછા માંંગ્યા હતા.

  • પરશુરામે આ વર્ષ ફરી નીટ પરીક્ષા આપ્યા બાદ એડમીશન કરવાની ખાત્રી આપી.
  • વાલીઓના નિવેદન મુજબ નીટ પરીક્ષામાં ચોરી કરવા મામલે પોતે અને વિદ્યાર્થી અજાણ છે.

ગોધરા,પંચમહાલ ગોધરામાં નીટ પરીક્ષાના ચોરી પ્રકરણમાં પોલીસે આરોપીઓના રિમાન્ડમાંં પુછપરછ કરાયા બાદ હવે આ પોલીસ આગળની તપાસ હાથ ધરી જેમાં 8 નીટની પરીક્ષા આપનાર અને આરોપી પાસેથી મળેલ યાદીવાળા પરીક્ષાર્થીઓના તેમજ વાલીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંં બે વાલીઓના નિવેદન લેવામાં આવ્યા.

પંચમહાલ નીટ પરીક્ષામાં ચોરી પ્રકરણમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અન આરોપીઓની પુછપરછ બાદ રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે હવે નીટ ચોરી પ્રકરણમાં ઝડપાયેલ આરોપી પાસેથી મળી આવેલ નીટ પરીક્ષામાં ચોરી કરાવાની હોય તેવા પરીક્ષાર્થીઓની યાદી મળી હતી. આ યાદીમાં સમાવિષ્ટ થતાં ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓના નામ અને સરનામાની ખરાઈ કરવાની શરૂઆત કરાઈ છે. પોલીસે નીટ પરીક્ષા કૌભાંડમાં જે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના નિવેદન પણ લેનાર છે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવશે. પોલીસ દ્વારા ખરાઈ થયેલ નામ સરનામા ધરાવતા વાલીઓના નિવેદનો નોંંધવાની શરૂઆત કરી છે. પોલીસ દ્વારા બે વાલીઓના નિવેદન નોંધ્યા છે. આ નિવેદનોમાં વાલીઓએ જણાવ્યું કે, પરશુરામ રોય સંચાલિત રોય ઓવર સીઝ મારફતે તેમનો પરશુરામ રોય સાથે સંપર્ક થયો હતો અને વિદ્યાર્થીને એમ.બી.બી.એસ.માંં પ્રવેશ અપાવવા માટે એક વર્ષ પહેલા નકકી કરવામાં આવ્યું હતું. તેમાંં ગત વર્ષ એડમીશન ન મળતા વાલીઓ દ્વારા પરશુરામ રોયને આપેલ નાણાંની ઉધરાણી પણ કરવામાં આવી હતી. દરમિયાન પરશુરામ રોયે વાલીને આ વર્ષ ફરીથી નીટની પરીક્ષા આપ્યા બાદ એડમીશન ચોકકસપણે અપાવશે તેવી ખાતરી આપી હતી. જો કે નીટની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવશે તે બાબતે વાલી અને વિદ્યાર્થી અજાણ હોવાનું અત્યાર સુધીના વાલીઓના નોધવામાં આવેલ નિવેદનોની સામે આવ્યું છે. પોલીસ દ્વા તપાસમાં મળી આવેલા વિદ્યાર્થીઓના નામોની યાદીમાં ગુજરાત રાજ્ય બહારના વિદ્યાર્થી હોય તેવા વાલીઓના પણ નિવેદનો નોંધાવામાં આવશે. ત્યારે હવે નીટ પરીક્ષા ચોરીની યાદીમાં જે પરીક્ષાર્થીઓના નામો છે. તેવા તમામ વિદ્યાર્થીના વાલીઓના નિવેદન બાદ નીટ ચોરી પ્રકરણમાં કોની કોની સંડોવણી છે. તે બહાર આવશે.