ગોધરા નીટ ચોરી ષડયંત્રના પાંંચ આરોપીઓને ગોધરા સેશન્સ કોર્ટે મુખ્ય જજ એ અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવાનો હુકમ કર્યો

  • પાંચ આરોપીને સાબરમતી જેલ ખાતેથી સીબીઆઈ તપાસ કરશે.

ગોધરા નીટ પરીક્ષામાંં ચોરીના ષડયંત્રની તપાસ સીબીઆઈને સોંપવામાં કરી રહી છે. ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલ પાંચ આરોપીઓ પૈકી 4 આરોપીઓને સીબીઆઈએ ગોધરા સેશન્સ કોર્ટમાં રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં ચાર આરોપી સહિત પરશુરામ રોયને અમદાવાદ સાબરમતી જેલમાં ખસેેડવાનો હુકમ કરતાં આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલની સીબીઆઈ દ્વારા હાલ પુછપરછ ચાલી રહી છે.

ગોધરા જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરી ષડયંત્રની તપાસ સીબીઆઇ કરી રહી છે. સીબીઆઇ દ્વારા નીટ પરીક્ષા ચોરીમાં પંચમહાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ પાંચ આરોપીઓ પૈકી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરીફ વ્હોરા, પુરસોત્તમ શર્માને સીબીઆઇ દ્વારા ગોધરા સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા. ગોધરા સેશન્સ કોર્ટ દ્વારા ચાર આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કરતાં સીબીઆઈ દ્વારા 4 આરોપીઓની પુછપછર હાથ ધરી હતી. 2 જુનના રોજ 4 દિવસના રિમાન્ડ પુરા થતાં ગોધરા સેશન્સ કોોર્ટમાંં રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે સેશન્સ કોર્ટના મુખ્ય જજ સી.કેે.ચૌહાણ દ્વારા ચાર આરોપી તેમજ પરશુરામ રોય મળી પાંચ આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવાનો હુકમ કરતાં સીબીઆઈ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પાંચ આરોપીઓને સાબરમતી જેલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે નીટ પરીક્ષા ચોરીમાં સંંડોવાયેલા પાંચ આરોપીઓની સીબીઆઈ દ્વારા અમદાવાદ ખાતેથી પુછપરછ હાથ ધરવામાં આવશે. નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં જય જલારામ સ્કુલના ચેરમેન દિક્ષિત પટેલ હાલ સીબીઆઈના રિમાન્ડમાં પુછપરછ કરાઈ હતી. જયારે સેશન્સ કોર્ટ દ્વારા પાંચ આરોપીઓને સાબરમતી જેલ ખસેડવાનો હુકમ કરાયો.