- ગોધરા શહેરના ભુરાવાવ થી ભામૈયા બસ સ્ટેન્ડ સુધી રસ્તાની વચ્ચે ડીવાઈડર ઉપર 50 લીમડા અને 50 સપ્તપર્ણી નાં રોપા લગાવાયા.
- આજના યુગનો યુવાન કઈ પણ કરી શકે એમ છે.બસ હાથમાં મોબાઈલના હોવો જોઈએ.
- આજે આપણે આવા જ ત્રણ જાગૃત યુવાઓ ની વાત કરીશું.
ગોધરા શહેરને ગ્રીન ગોધરા બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગોધરા શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા ત્રણ મિત્રો સંજય પરમાર, બિંતેશ પટેલ અને હાર્દિક ચૌહાણ દ્વારા અનોખું મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેઓ ગોધરા શહેરને ગ્રીન ગોધરા બનાવવા કટિબદ્ધ છે. જેઓ દ્વારા હાલ નાનકડો પ્રયાસ થી શરૂઆત કરી છે. જેમાં તેઓએ તાજેતરમાં જ ગોધરા શહેરનાં ભુરાવાવ વિસ્તાર થી માંડીને ભામૈયાં બસ સ્ટેન્ડ સુધી રોડની વચ્ચે ડીવાઈડર ઉપર 50 લીમડા અને 50 સપ્તપર્ણી નાં રોપા લગાવાયા હતા. જેઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગોધરાને ગ્રીન ગોધરા બનાવવાનો છે.
શહેરોમાં પ્રદૂષણ વધતું હોવાના કારણે ગ્લોબિંગ વોર્મિંગની અસર વાતાવરણ ઉપર અને સામાન્ય માનવીના જીવન ઉપર આપને હાલ પણ જોઈ જ રહ્યા છે. ત્યારે આવનાર આપણી પેઢીને આ બધી વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થવું ના પડે તે માટે શહેરનાં દરેક યુવાઓ, દરેક પુરૂષ,મહિલા અને બાળકો વૃક્ષારોપણ કરે તે જરૂરી છે. ત્યારે આ ગોધરાને ગ્રીન બનાવવાનાં સંકલ્પ સાથે ત્રણ યુવાઓ આગામી દિવસોમાં ગોધરા શહેરના ચાર સીમાઓના મુખ્ય માર્ગો ઉપર વચ્ચે આવેલા ડીવાઈડર ઉપર વૃક્ષારોપણ કરશે અને ત્યારબાદ શહેરમાં આવેલી શાળાઓનાં પરિસરોમાં વૃક્ષારોપણની કામગીરી વેગ વંતી બનાવશે.