
ગોધરા,ગોધરા શહેર નજીક આવેલા દરૂણીયા ગામે ઢોલી ફળિયામાં શ્રી વિજયા માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં આજરોજ માતાજીનો 22 મો પાટોત્સવ માઈભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો દ્વારા નવચંડી,મહા આરતી, અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞમાં લગભગ 15 થી વધુ જોડાઓએ ભાગ લીધો હતો.આ પાટોત્સવ ગ્રામજનો, ગામના આગેવાનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.