ગોધરા નર્મદા કેનાલનું પાણી દુષિત યુકત

  • છેલ્લા કેટલાક દિવસથી કાળ અને ગંધયુકત પાણી પીવાનો વારો.
  • પાલિકા દ્વારા ફટકડી તથા કલોરીન પાઉડરનો વપરાશ છતાં દહોળું પાણી વિતરણ.
  • અનેક દિવસોની ફરિયાદ છતાં પાણી શુધ્ધીકરણ થતું નથી.
  • ગત ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો બિમારીઓ સપડાયા હતા.
  • ફરી આ રોગચાળા સમયે ચોખ્ખું પાણી વપરાશ નહીં થતા પુન: બિમારીનો કહેર.

ગોધરા,
નર્મદા ડેમ આધારિત ગોધરા નગરપાલિકા હાલમાં પીવાનું પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુષિત આવતા અનેક રોગચાળાને જન્મ આપે છે. પાલિકા દ્વારા ચોમાસાના સમયમાં ફટકડી તથા કલોરીનનો ઉપયોગ કરવા છતાં અશુદ્ધ આવતા પાલિકાનો ખર્ચ માથે પડયાની લાગણી અનુભવી રહ્યા છે. હવે નગરના નાગરિકો દ્વારા નિયમિતપણે વેરા ભરવા છતાં સુવિધાથી વંચિત રાખવા પાછળનું કારણ પ્રજા પશ્ન પૂછી રહી છે.

ગોધરા શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી નર્મદા આધારિત નર્મદા પાણી યોજના કાર્યરત છે અને રોજીંદા ૧.૫૦ લાખ વસ્તીને પીવાનું પાણી પહોંચતુંકરાતા રાહતરૂપ છે. ગોધરા નગરપાલિકા દ્વારા સવાર-સાંજ નિયમિતપણે પાણી ઘરે વિતરણ કરવા માટે નળ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ભારે વરસાદ થતા ઝડપી હવા ફુંકાવવાના કારણે વીજ ધાંધીયા સર્જાવા છતાં પાલિકા એ ખર્ચો કરીને લોકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડી છે. ગત અઠવાડિયામાં વીજ ધાંધીયાની સમસ્યા સર્જાવા સિવાય કોઈ પ્રશ્ર્નો ઊભો થયો નથી. ત્યારે છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલમાં માટી યુકત પાણી વહન થઈ રહ્યું છે. અને નળ મારફતે દુષિત પાણી મળતા શહેરની ૧.૫૦ લાખ વસ્તી રોગચાળાનો ભોગ બને તેવી દહેશત વ્યાપી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ મારફતે પાણી ગોધરા સુધી પહોંચાવાડાય પરંતુ બે કાંઠે વહેતી નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાઈ રહી છે. અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોના ખેતીલક્ષી, કાંસલક્ષી, રેતીલક્ષી, ધસરાઈને કેનાલમાં પાણી મારફતે પ્રવાહ જારી રહ્યો છે. સમગ્ર ચોમાસા દરમ્યાન ભામૈયામાં વીજપોલ ધરાશયી થયા બાદ વીજ ધાંધીયાના કારણે વીજળીના અભાવે પાણી બે દિવસ સુધી મળી શકાયું ન હોવાથી ભરચોમાસામાં પાણીની તકલીફ ઊભી થઈ હતી.

ગોધરા નગરપાલિકા દ્વારા નિયમિતપણે પીવાના પાણીની સુવિધા અંંગે વેરો ઉધરાવે છે. અને દર માર્ચ થી વર્ષ દરમ્યાન પૂરતી રકમ ભરપાઈ કરે છે. તેવા સમયે ગોધરા નગરપાલિકા સંચાલિત નર્મદા કેનાલમાં માટીયુકત કાંસનું પાણીનો જથ્થા બંધ પ્રવાહ રહી રહ્યો છે. દુષિત પાણી આવતા વહેલી સવારથી જ મહિલાઓમાં કકળાટ શ‚ થાય છે. અત્યંત કાળુ અને ગંધયુકત પાણીની સમસ્યાના કારણે વહેલી સવારથી જ પાણી ગરમ કરી ઉકાળવાનો વારો આવે છે. કલાકો સુધી ઉકાળીને ઠંડુ પાડયા બાદ ઉપયોગમાં લેવાનો સમય આવે છે. કલાકો બાદ દુષિત પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ વપરાશ કરાઈ રહ્યો છે. ગોધરા નગરપાલિકા ચોમાસામાં પાણીને ચોખ્ખું કરવા માટે ફટકડી અને કલોરીન પાઉડરનો ઉપયોગ કરે છે. તેમ છતાં પૂરતો વપરાશ કરતો નથી. અને લોકોને હાલમાં દુષિત પાણી પીવાનો વારો આવી રહ્યો છે. ગોધરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં હાલમાં ભરચોમાસે પાણી ચોખ્ખું નહીં આવીને દોળું તથા ગંધવાળું મળી રહ્યું છે. જેના કારણે નાના બાળકો અને મોટેરાઓ બિમારીનો ભોગ બની રહ્યા છે. હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. ત્યારે નગરપાલિકા એ શુદ્ધ પાણી પૂરુ પાડવાની જવાબદારી નિભાવવાની રહે છે. ત્યારે આવા વ્યસક લોકો જલ્દી બિમારીનો ભોગ બને છે. ર્ડા. દ્વારા પાણીને શુદ્ધ કરીને ઉપયોગ લેવા સુચના અપાઈ છે. અને લોકો પણ તેનો વપરાશ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં દુષિત પાણી આવતા લોકો બિમારીનો ભોગ બને તેવી દહેશત સેવાઈ રહી છે. આથી ગોધરા નગરપાલિકા એ નર્મદા કેનાલ આધારિત પાણીને ચોખ્ખું કરીને વિતરણ કરવાની જવાબદારી છે. હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં શુદ્ધયુકત પાણી વિતરણ કરે છે ?

ગત ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારો રોચગાળામાં સપડાય

ગત ચોમાસામાં નર્મદામાં પૂર આવતા પાણી સાથે માટી ધસરાઈ રહી હતી. અને જે તે વખતે નર્મદા કેનાલ આધારીત પાણી આરોગતા ગ્રામ્ય વિસ્તારના અનેક દર્દીઓ નાની-મોટી બિમારીમાં સપડાતા ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હતા. ફરી એક વર્ષ પૂર્ણ થઈને પુન: માટી યુકત પાણી શહેરને વિતરણ કરીને નગરપાલિકા દ્વારા ઘરે ઘરે માંંદગીના ખાટલા સર્જાવાની નોબતઆવી રહી છે. રોગચાળાની શકયતાઓ વચ્ચે ગોધરાના ૧.૫૦ લાખની વસ્તી ઋતુજન્ય રોગમાં સપડાય તેમ જોવાઈ રહ્યું છે.