આજ રોજ ગોધરા શહેરનાં સરદાર નગર ખંડ ખાતે નગરપાલિકા ગોધરાની ત્રિમાસિક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.જેમાં ૪૩ કામોનું સર્વે સભ્યોની મતે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.પણ ૪૪ સભ્યો પૈકીના એક સભ્ય દ્વારા પોતાના વોર્ડમાં નગરપાલિકાનાં ઉપપ્રમુખ પર લાખો રૂપિયાના કામોમાં ગેરરીતિનો આક્ષેપ લગાવતા સામાન્ય સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો.ત્યારે નગરપાલિકા નાં સદસ્યો દ્વારા પાલિકાના અધિકારીઓ ભરપેટ પગાર લેતા હોય પણ અમારા વિકાસના કામો અર્થે ફોન કરીએ છીએ તો ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.ત્યા આ મામલે પણ હોબાળો મચી જવા પામ્યો હતો.ત્યારે સામાન્ય સભામાં ઉપસ્થિત પ્રમુખ,ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.
ગોધરા શહેરના સરદાર નગર ખંડ ખાતે આજે નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં શહેરના વિકાસના નાના મોટા ૪૩ કામો માટે પાલિકા સદસ્યોએ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.સામાન્ય સભા દરમ્યાન વિપક્ષ સભ્યોએ પાલિકાના જવાબદાર અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. જે દરમિયાન પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી એ દરમ્યાનગિરી કરી મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.ગોધરા ના સરદાર નગર ખંડમાં મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં શહેરના નાના મોટા વિકાસના ૪૩ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.જે વેળાએ વિપક્ષના સભ્યોએ લેખિત અને મૌખિક વાંધો રજુ કરતા જણાવ્યું હતું કે નગર પાલિકાનો તગડો પગાર લેતા અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપો પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની ઉપસ્થિતિમાં કરતા પાલિકાના અધિકારીને ડાયસ પર બોલાવી ખુલાસો માંગવામાં આવતા ભારે હોબાળો મચવાની સાથે સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષ સદસ્યોએ વિકાસના કામોમાં કોઈ વાંધો ન લેતા તમામ કામો મંજુર જાહેર કર્યા હતા. વધુમાં વિપક્ષી સદસ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ સમયસર પાલિકામાં હાજર રહેતા નથી.જેના કારણે વિકાસના કામોમાં અડચણો ઉભી થાય છે. સામાન્ય લોકોને પણ ધક્કા ખાવાની નોબત આવે છે. જેથી આવા અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સામાન્ય સભા દરમ્યાન પાલિકા ના ઉપપ્રમુખ સામે પણ વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ મહિલા પાલિકા સદસ્યના પતિ ધ્વારા કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આખરે હોબાળો કરનાર વ્યક્તિ ને બહાર કાઢી સામાન્ય સભા આગળ વધારવામાં આવી હતી. સામાન્ય સભામાં મોટાભાગના પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા અને ગણતરીની મીનીટોમાં બોર્ડ પુરૂ કરી દેવામાં આવ્યું હતું. મળેલી સામાન્ય સભામાં શહેર નો વિકાસનો મુદ્દો સાઈટ પર રહ્યો હતો પરંતુ પાલિકા ના જવાબદાર અધિકારીઓની ફરિયાદ પાલિકા ના મુખ્ય અધિકારીને કરવામાં આવી હતી. દરમ્યાન પાલિકા પ્રમુખે દખલગીરી કરતા મામલો થાળે પાડયો હતો.
ગોધરા નગર પાલિકા નાં ઉપપ્રમુખ પર વિકાસના કામો મામલે લાખો રૂપિયાના ગેરરીતિનો આક્ષેપ પાલિકાના મહિલા સદસ્યનાં પતિ દ્વારા કરવામાં આવતા પાલિકાના ઉપપ્રમુખ અકરમ પટેલે જણાવ્યું હતું કે મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.